________________
કેમ
E
૧૫૯ ]
રાધિરાજ કમાણું છે, અને અફળતામાં તેટલી જ મેટી નુકશાની છે. સત્સંગમાં, સદ્દવિચારમાં, સત્કરણમાં જે જે ક્ષણે જાય તે સફળ છે. કુસંગમાં, દુર્ગાનમાં, કુકર્મો કરવામાં જે ક્ષણે જાય છે તે અફળ છે. તિર્યંચ પશુઓ સવારના ઉઠે અને રાતના સુઈ જાય ત્યાં સુધી તેને એકજ પેટ ભરવાની ચિન્તા! તેમ કેટલાક મનુષ્ય પણ સવારનાં ઉઠે અને રાતના સુઈ જાય ત્યાં સુધી કુટુંબીઓનાં ભરણ-પોષણની અને પેટ ભરવાની જ ચિન્તા લાગેલી હોય ! પરમાર્થની તે લેશ પણ વિચારણા હોય નહી કે, આ મળેલે મનુષ્યભવ સફળ શી રીતે થાય? આજનાં દિવસમાં કેટલાં મેં શુભ કાર્યો કર્યા? શું આચરવા યોગ્ય છે? શું પરિહરવા ગ્ય છે? આવી લેશ પણ પરમાર્થની વિચારણું ન હોય તો તેવા મનુષ્યના પણ રાત્રિ અને દિવસે કયાંથી લેખે લાગવાના છે? સત્કર્મ કરનારનાં રાત્રિ અને દિવસ સફળ થાય છે. જ્યારે અધર્મ આચરનારના રાત્રિ અને દિવસ અફળ જાય છે. દિવસ ઉગ્યેને આથમી ગયે, પણ આખા દિવસમાં પા-અડધી કલાકનું સત્સંગ પણ આપણે ન કરી શક્યા, તો દિવસ ઉગે એ આપણા માટે આથમી ગયા બરાબર છે. આવા જેટલા દિવસે પસાર થઈ જાય તેની પર ચેકડી મૂકવાની રહી. માટે ધર્મનું આચરણ કરવાવડે રાત્રિ-દિવસ અને ક્ષણે ક્ષણને લેખે લગાડો!
તેવા બધા દિવસો પર ચોકડી મૂકે
આખા દિવસ દરમ્યાનમાં જુહુ ને બેલ્યા હું, કેઈની આઘીપાછી કરી ન હોય, કેઈ સાથે વ્યાપારમાં અનીતિ કરી ન હોય, કેઈ સાથે વિશ્વાસંઘાત કર્યો ના હોય,