________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૬૦ ન કાઈ જીવને દુઃખ પહાંચાડ્યુ હોય, ન કોઈ પર ખાટાં આળ ચડાવ્યાં હોય, સામાયિક-પ્રતિક્રમણ, સ્વાધ્યાય, યથાશકિત વ્રત-પચ્ચખ્ખાણ કર્યાં હોય, પા—અડધી કલાક પણ આત્માનાં સ્વરૂપની સમ્યક વિચારણા કરી હાય, તે સમજવુ કે એ દિવસ તમારા માટે સફળ છે. દિવસને તમે લેખે લગાડયા. એવા બાર મહિનામાં કેટલા દિવસેા પસાર થાય છે તેની એક ડાયરીમાં નોંધ કરતા રહેા. જેટલાં દિવસે શુભ પ્રવૃત્તિમાં જાય ત્યાં એકડો કરવા; બાકી ઉપર હુમણાંજ કહી ગયા તેમ નિંદા-કુથલીમાં, આઘી પાછી કરવામાં, કષાય કરવામાં જેટલાં દિવસે જાય તેની પર ચાકડી મૂકો ! આવેા અભ્યાસ જીવનમાં આજથીજ શરૂ કરી દો ! જતે દહાડે જીવન તમારૂ. જરૂર ધમય બની જશે. અંધકારની જગ્યાએ જીવનમાં પ્રકાશ પથરાઈ જશે.
મનુષ્યભવને એળે ગુમાવ્યા તેા અનંતાભવ એળે ગુમાવવા જેવુ થશે
ચામાસામાં કેટલાય અળસીયાં જન્મે છે અને મિચારા મૃત્યુને પામી જાય છે. બીજા પણ ચામાસાની સીઝનમાં કેટલાય પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુને પામે છે. તેવા જંતુઓ તા એક ભવ હારી જાય છે, પણ આ મનુષ્યભવને જો આપણે હારી ગયા, તે એક ભવ નહી પણ અનંતાભવ હારી જવા જેવુ થશે. કારણ કે કરી આવા "મેઘેરા મનુષ્યભવ મળવા અતિ દુર્લભ છે અને ઘેર કમ બાંધેલા હશે તેા કેટલાય ચેારાશીના ફેરા કરવા પડશે.