________________
રસાધિરાજ
[ ૮૬ પાલકની આખરી નિર્દયતા આવી ચિંતવના કરતાં તે મુનિઓ આવા મરણાંત ઉપસર્ગનાં સમયે પણ એવા તે સ્વ-સ્વરૂપમાં લીન બની જાય છે કે, એક એક પછી કેવલજ્ઞાનને પામી ચાર ને નવાણું મુનિવરે અંતકૃત કેવળી થઈને મોક્ષે સિધાવ્યાં. હવે છેલ્લે એક બાળ મુનિને વારે આવ્યું. એટલે બંધક આચાર્યે પેલા પાલકને કહ્યું, આ બાળ મુનિ છે માટે પ્રથમ મને પીલી નાંખ! આ બાળ સાધુને પીલાતા મારી નજરે હું નહીં જોઈ શકું. મને ઘણું દુઃખ થશે ત્યાં પાલકે વિચાર્યું, મારે તે આને જેમ વધારે દુઃખ થાય તેમજ કરવાનું છે. એટલે બંધક આચાર્યના દેખતાં જ તે બાળ મુનિને પણ તેણે પીલી નાખ્યાં. બાળ મુનિએ પણ પિતાના આત્માને શાન્તરસમાં એ તરબળ બનાવ્યો કે તેઓ પણ મેક્ષે સિધાવી ગયા. જુઓ આ “રસાધિરાજ” શાન્તરસને કેટલે અપૂર્વ મહિમા છે! ઘાણીમાં પીલાવાના ટાઈમે મુનિઓનાં શરીરમાંથી લેહીનાં જાણે બિંદુઓ ઉછળતા હતા, પણ તેમના આત્મામાં એ સમયે પણ જાણે શાન્તરસનાં કુવારાં ઉડતા હતા. ભેદજ્ઞાનની દશા આને કહેવામાં આવે છેઆતે બધી ભૌતિક સુખ–સગવડતાઓ ભેગવવી અને ભેદવિજ્ઞાની કહેવડાવવું તે પછી દુનિયામાં અજ્ઞાની કોણ કહેવાશે?
આનું નામ સ્વરૂપ સ્થિતિ કેઈ મહાત્માએ સઝાયમાં લખ્યું છે કે,