________________
૮૭ ]
રસાધિરાજ “તે સાધુનાં ઊછળે, રૂધિરકેરાં બિન્દુ રે,
પાપને દેખી અંબરે, કંપે સૂરજ-ચંદ રે.” ઉપર આપણે ઘટના કહી ગયા તે આ ગાથાને આધારે જ કહી છે. કે મરણાંત ઉપસર્ગ ! પણ એ પાંચ મુનિ ડુંગએ સમતા કેવી રાખી છે? ધન્ય છે એ મહષિઓને ! અગણિત વંદન હો એ મહર્ષિએનાં ચરણારવિંદમાં ! આત્મા એમણે ઓળખ્યો એટલું જ નહીં પણ આમાને એમણે પરમાત્મા બનાવ્યો ! સ્વરૂપની એમણે વાતે જ કરી એમ નહી, પણ સ્વરૂપમાં એ સ્થિત બન્યા. એકલાં ભેદવિજ્ઞાનનાં એમણે ગાણાંજ નથી ગાયા પણ એ કેવલજ્ઞાનને પામ્યા “એમે સાસ અપા એ પાઠ બુલંદ અવાજે ઉચ્ચારનારા તો ઘણું, જ્યારે એ તે શાશ્વત ધામમાં પહોંચી ગયા, અને અનંત અવ્યાબાધા એવા શાશ્વત સુખના ભોકતા બની ગયા.
ધર્મોત્તર ક્ષમા
અંધકસૂરિનાં શિગેની ક્ષમા અંગે પૂ. ધર્મદાસ ગણીએ ઉપદેશમાળામાં ફરમાવ્યું છે કે,
जतेहि पीलियावीहु, खंदग सीसा नचेव परिकुविया ।
विइय परमत्थसारा, खमंति जे पंडिया हुंति ।। યંત્રવડે પીલાવા છતાં બંધકસૂરિનાં શિષ્યોએ પાલકાર લેશ પણ કેપ કર્યો નહીં કારણ કે, પરમાર્થને સાર જેમણે જાણે છે એવા પંડિતે ક્ષમા કરે છે, પણ કોપ કરતાં નથી.