________________
રસાધિરાજ
સ્વાધીનપણે વેઠવાનું છે. માટે હે આત્મન ! કાયરતા ધારણ કરીશ નહીં. આપણે નથી પીલાતા આપણું કર્મ પીલાય છે; ઘાણીમાં પીલાતા મુનિવરોની અપૂર્વભાવનાશ્રેણી
ત્યારબાદ પાલકે બંધક આચાર્યની આગળ તેમના દેખતાં એક પછી એક મુનિને યંત્રમાં પીલવા માંડ્યા ! દરેક મુનિને બંધક આચાર્ય દેશના દેવા પૂર્વક, સમ્યફ, પ્રકારે આરાધના કરાવે છે. યંત્રમાં પીલાવવા સમયે પણ દરેક મુનિ પિતાનાં મનને બરાબર કાબુમાં રાખે છે, અને બંધક આચાર્યે એકેક મુનિને કહ્યું કે, આત્મા અને શરીર ભિન્ન છે. આ પાલક તમારા દેહના નાશમાં નિમિત્ત બનશે, પણ તમારા આત્માને નાશ નહીં કરી શકે. કારણ દેહને વિનાશ છે, પણ આત્મા અવિનાશી છે. પ્રત્યેક મુનિ ઘાણીમાં પીલાતા એવી તે સુંદર સમ્યફ વિચારણા કરે છે કે, આ ઘાણમાં તે આપણાં ઘાતી કર્મોને ઘાણ નીકળી રહ્યો છે. શરીર તે વ્યવહારથી પીલાય છે. પણ ખરી રીતે તે આમાં આપણુ કર્મો પીલાય છે. માટે કર્મ નિર્જરાનાં માર્ગમાં આ પાલક તે આપણને સહાયભૂત થનાર છે. જે આ મરણાંત ઉપસર્ગ આ પાલક તરફથી ન થયે હેત તે અંતર્મુહુર્ત જેટલાં કાળમાં આટલા બધાં જ જન્મનાં સંચિત કર્મો ક્યાંથી ખપી જાત? ઘણાં લાંબા ગાળે જે કર્મો ખપત તે કર્મો આ ઉપસર્ગનાં પ્રભાવે કાચી બે ઘડીમાં ખપી જશે!