________________
અને ઉત્થાન
એમ જગતના સારા-નરસા જડ પદાર્થો નજરે ચઢવાના પ્રસંગ ઘણું આવે છે. ત્યાં “એ અજીવ તત્વ છે, માત્ર રેય તત્વ છે. ઉદાસીન ભાવે જોવાનું-નવાજવાનું તત્વ છે. એમ વિચારી મનનું વલણ ઉદાસીન રહે, ઉપેક્ષાવાળું રહે, કઈ રાગ નહિ, કઈ દ્વેષ નહિ. તે એમ વિચારીને કે “આ બધું અનિત્ય છે, પરિવર્તનશીલ છે, શુભ અશુભ થાય, ને અશુભ શુભ થાય. મારે કાંઈ આની સાથે કાયમના મેળ નથી. તે એમાં શું અટકી પડવું હતું? શા રાગ કે દ્વેષ કરવા? શા વાતવાતમાં મારા આત્માને વિકાર જગાડવા ? જડ એનું કામ કરે, મારે મારું કામ કરવાનું. મારું કામ મારા આત્માના જિનભક્તિ જીવદયા વૈરાગ્ય, ક્ષમા, નિસ્પૃહતા વગેરે ગુણે પુષ્ટ કર્યું જવાનું. જગત એની રાહે ચાલે એમાં મારે હરખાવા-કરમાવાની. જરૂર નહિ. જડની પાછળ એમ નાચ્યા કરવામાં હું કેટલે પહોંચીશ? જડના વિચિત્ર પર્યાના ઢંગ તે પાર વિનાના છે. એની પાછળ મારે રાગ-દ્વેષથી વિકૃત થવાની જરૂર નથી. અવધુ સદા મગન મેં રહેના. પિતાના વૈરાગ્ય, સમતાના પર્યાય ન બગડે એ જોવાનું.”
તત્વચિંતન, તત્વપરિણતિ, તત્વમુખું દર્શન એ શુભ અધ્યવસાયની રક્ષા માટે અદ્ભુત ઉપાય છે. એ ઉપાય જે ખરેખર દિલથી સેવવામાં આવે, તે આત્માના અધમ દેઅહંવ, મદ, માયા, ઈર્ષ્યા, જૂઠ, અનીતિ વગેરે પર અંકુશ આવી જાય છે. હૃદયથી તત્વની પિછાણ