________________
રુકમી રાજાનું પતન જને ચેન ગતઃ સ પત્થા. એક સુપુત્ર તરીકે મારે એમના ચીલે જ ચાલવાનું હોય, તેથી મારે તે સહિષ્ણુતા-તપક્ષમાદિ જ મુબારક છે, પણ અસહિષ્ણુતાદિ દુર્ગણ નહિ.”
(૪) એક ઉપાય એ પણ છે કે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું, હૃદયમાં એની ભૂખ-મમતા આકર્ષણ ઊભાં કરવાં. મનને જે એમ થાય કે “હાહા ! કેવું સુંદર મારું અનાહારી-નિર્વિકાર-નિષ્કિય સ્વરૂપ એમાં લેશમાત્ર પણ આહારની ગુલામી નહિ, આહાર પર જીવવાનું નહિ, કઈ પણ પ્રકારની જડમુખી ક્રિયાની વેઠ નહિ, કેઈ પણ જાતના ઉકળાટ વગેરે વિકાર નહિ! ક્યારે આવું સ્વરૂપ મારું પ્રગટ થાય ! ક્યારે જડ પુગલના સંગ માત્રથી છૂટી જવાય ! ક્યારે જડના ભાવમાં નાચવાનું-રાચવાનું મટી જાય!” જે મનને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપની આવી માયા લાગે, એમાં જ સાચા સુખ, સૌંદર્ય, અને સુવિકાસ દેખાય, તે પછી એ સ્થિતિએ પહોંચવા માટેનું જ જીવન બનાવાય, એ જ રીતે જીવાય એટલે સહેજે સહેજે ખાવાનું છેડી છેડી તપમાં અવાય, ઉકળાટ વગેરે વિકાર છોડી સહિષ્ણુતા કેળવાય, ક્ષમા પકડી રખાય, અને પાપક્રિયાઓથી બને તેટલા નિવૃત્ત બની વીતરાગ દેવની ભક્તિ સામાયિક શાસ્ત્રસ્વાધ્યાય વગેરેમાં આનંદપૂર્વક જઈ બેસાય, દેવગુરુ-ધર્મની સેવાભક્તિમાં આડે આવતે ધનતૃષ્ણાને વિકાર દબી ઉદારતાથી ધનવ્યય થાય, યાને દાનગુણ, ઔદાર્યગુણને કૃતજ્ઞતાગુણ વિકસાવાય. પોતાના વર્તમાન કૃત્રિમ, મેલા,