________________
અને ઉત્થાન
૧૭ ક્ષમા વગેરેની જ છે; ને એ બધા તારક છે, ભદધિ પાર કરનાર છે. કેવી સુંદર જિનાજ્ઞા ! બસ, મેં જિનને નાથ તરીકે માથે ધર્યા છે તે મારે એની આજ્ઞાનું પાલન કરવાનું જ હોય. અહાહા, મારા જિન! મારા જિનની આજ્ઞા ! એને મારા પ્રાણ!” આમ જિનાજ્ઞાને પ્રેમ અને ભાર હૃદય પર રાખવાથી સહિષ્ણુતા વગેરે મનને સહેજે ગમતા થાય.
(૨) એમ, સહિષ્ણુતા–આહારગૃદ્ધિ-ક્રોધ વગેરેનાં ભયંકર કટુ વિપાક નજર સામે તરવરતા રાખવાથી પણ સહિષ્ણુતાદિ મનને સહેજે ગમતા થાય. વિપાકમાં અહીં નુકશાન ને પરલોકે ભારે દુઃખ તે ખરું જ, પરંતુ વિશેષ મહત્વનું નુકશાન એ કે એ અસહિષ્ણુતાદિના કુસંસ્કારના, કદાચ ગુણાકાર થઈને, પછીના ભામાં આવૃત્તિ ચાલે. પાછું ત્યાં કોઈ રોકનાર નહિ, કે જાતે પાછા વળવાની સમજ નહિ; એટલે ભયંકર પાપી જીવન જ જીવવાનું થાય. આ વિપાક નજર સામે રખાય તે અસહિષ્ણુતાઆહારગૃદ્ધિ-ગુસે વગેરે અકારા લાગે, અને સહિષ્ણુતાદિ સહેજે ગમતા થાય.
(૩) વળી, એક ઉપાય આ છે, કે પૂર્વજોનું ગૌરવ માથે ધરવાથી પણ એ સહેજે ગમતા થાય. ગૌરવ આ રીતે માથે ધરવાનું કે “વાહ! મારા પૂર્વપુરુષે કેવા વિવેકી કે એમણે સ્વેચ્છાએ ભારે સહ્યું, ઘેર તપ આચર્યા, જમ્બર ક્ષમાં રાખી ! તે પણ છતી જબરદસ્ત તાકાત અને પુયાઈ પર ! તે મારે બીજે શે વિચાર કરવાનું હોય ? “મહા