________________
અને ઉત્થાન
૩ર ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે. ગૌતમ! એ કુમાર મહર્ષિએ ધર્મદેશના આપવા પૂર્વક એ નરેન્દ્ર શ્રમણને કહ્યું, “હે દુષ્કરકારિકે ! તમે તે અત્યંત ઘેર–વીર-ઉગ્ર કણ–તપ, સંયમ-અનુષ્ઠાન સાથે શાસ્ત્ર સ્વાધ્યાય-ધ્યાન વગેરેની સુંદર આરાધના કરી છે, તે એને માયા દંભમાં હવે નિષ્ફળ ન કરો. એક પાપશલ્ય છૂપાવવા ખાતર અને તુચ્છ અતિતુછ માન સંજ્ઞા પોષવા પાછળ આટલી જોરદાર સાધનાને રદબાતલ ન કરે. અનંત સંસાર આપે એ માદંભ સેવવાનું શું પ્રજન છે? શલ્ય છૂપું રાખ્યું અને સારામાં ખપ્પા એ ચીજ એવી છે કે બીજી બાજુ ઘેર–વીર–ઉગ્ર કષ્ટ–તપ–સંયમસ્વાધ્યાય સેવેલા એ બધાની આત્મા પરની સારી અસરના. આનંદ-પ્રમોદને ઝાંખો પાડી દે છે, અને પરિચિત મંડળમાં માન સચવાયું તથા એ માટે પિતાને દેષ ગુપ્ત રાખી. શકાય અને આનંદ પ્રમોદને મુખ્ય બનાવી દે છે, તેથી સહજ છે કે એ માયાથી છૂપાવેલ દોષને વળ હૈયામાં પાકે બેસી જાય છે. પછી એ વળને અનુસારે પછીના અજ્ઞાન ભવેમાં ખુશમિશાલ એ દોષ અને એમાં સાથે સંકળાયેલ બીજા અનેક દોષ નિસંકેચ નિર્ભયપણે સેવા જાય છે. જરૂર પડયે ભલે અનંત ભ વીતે, પણ દેનું અને એના હિંસાદિ પાપોનું જીવન બન્યું રહે છે.! ત્યાં સુધી આત્મા પરથી એને વળ ઊંકલતે નથી ! એ પ્રતાપ અહીં સજ્ઞાન અવસ્થામાં માયાદંભ કરી હૈયામાં છૂપાવી રાખેલા દેષને છે, છૂપા સાચવી રાખેલ સત્ય છે