________________
૨૩૨
રમી રાજાનું પતન , “માટે હે તપસ્વિની ! શુદ્ધ નિર્મળ ચિત્તે નિઃશંકપણે આલેચના કરી દે ઉદ્ધાર કરી છે, અને આત્માને નિઃશલ્ય બનાવી લે. અહીં ળિયામાં પ્રાણ છે, શુધબુધ હજી ઊભી છે, ત્યાં સુધી જ નિર્મળ ચિત્તે દેષની આલેચના કરવાને અવકાશ છે, તક છે. એ તક ગુમાવી નાખ્યા પછી તે અવસર આલેચના-ઉદ્ધારને ગયે, પછી તે અનંત સંસારભ્રમણને અવસર આવીને ઊભું રહે છે. એ પરિણામ લાવનારી શલ્યપકડ ઊભી રહે ત્યાં, પછી ઘેર પરીષહ, ઘેર તપ અને ઘરસંયમ-કષ્ટ સહ્યાં એ બધું અંધકાર–નર્તિકાના નૃત્ય જેવું થશે. અંધારે નાચ્યા, કેઈએ જોયું નહિ, ઈમ-ફળ મળ્યું નહિ, એમ આ ઉગ્ર પરીસહ-સહનાદિ કરવાની બધી કષ્ટમય સાધના કરી પણ એનું ફળ કર્મક્ષય અને ભવના ફેરાને અંત આવ્યો નહિ, એવું થાય. શા સારૂ એ ભારે કષ્ટવાળી તપસ્યાઓ, નિર્દોષ ભિક્ષાચર્યા, લુખ્ખા આહાર, બાવીસ પરીષહસહન, ઉપસર્યાધ્યાસ, વગેરે કષ્ટ અને ઉગ્ર વિહારનાં કષ્ટ, એક નજીવા સભ્યની રક્ષા કરવા માટે નિષ્ફળ કરે? શુદ્ધ દિલથી એની યથાસ્થિત આલોચના કરી લે.”
અવધિજ્ઞાની મહર્ષિએ તે દયાભરપૂર હૃદયે શલ્યની છેલ્લામાં છેલ્લી ભયાનક્તા બતાવી દીધી, અને શુદ્ધ આચના કરી હૃદય સાફ અરીસા જેવું કરવા માટે ભારપૂર્વક ભલામણ કરી દીધી. શલ્યથી કેમ અનંત સંસાર વધે છે એ ય સમજાવી દીધું.