________________
૨૨૨
૩મી રાજાનું પતન એ ખરચનારે કઈ સીદાતા સાધર્મિકને સો રૂપિયા ગુપ્ત પણે આપવા તૈયાર નથી; કેમકે એમાં માન ક્યાં પોષાય?
માનવશ સુકૃતને નાશ—
વિચારે માનવની દુર્દશા. માનકષાયની એ જે સેવા કરવા તૈયાર, તે પિતાના જ આત્મહિતકર ધર્મની નહિ! અરે ! ધર્મ કર્યા પછી પણ જે માન ન મળ્યું, અપમાન થયું, તે કરેલા મહાન સુકૃતને “આ મારા કયા ભેગ લાગ્યા કે મેં આ કર્યું !” એમ નિંદાથી બાળી નાખવા તૈયાર ! સુકૃત કરીને પ્રજાને નાખેલા પુણ્યસંચયને પાછો નિંદાથી બળાપાથી પોતાની જાતે જ ઊલેચી નાખશે ! કેટલી મૂર્ખાઈ કે બીજાના વાંક પર પિતાની પુણ્ય મૂડીને જ સફાચટ કરાય ! ત્યાં જે એટલું જ વિચારે કે “જીવ! ભૂલે પડતે ના, તને શુભ ભાવે કરેલા સુકૃતની પુણ્યકમાઈ તે મળી જ ગઈ છે. હવે આ સામા કદર ન કરે તેથી માનમાં અને રીસમાં ન ચડીશ, કેમકે પૂર્વ પુરુષે વગર–કદરે તારા કરતાં કેટલા ઊંચા સુકૃત કરી ગયા છે! તું તારે તારી નમ્રતા–લઘુતા સંભાળજે; આ વિચારે તે આત્મામાંથી પાપ ઉલેચાય. સુકૃત પુણ્ય-લાભ અને પાપક્ષય-લાભ એમ બેવડે લાભ !
સુષેણ સેનાપતિની ચબરાક વાણી પર ભરત ચક્રવતીને માન સંજ્ઞા સળવળી-હેં ભાઈઓની આ ઉદ્ધતાઈ? આ