________________
૧૧૬
રમી રાજાનું પતન દાસી ડાહી હતી એટલે એને તે એણે કહ્યું કે સારું, હું તપાસ કરીશ, પણ પછી એણે એની માતાને આ વાત કરી. માતા ભડકી ! એણે પતિને વાત કરી. પતિ સમજી ગયે કે શું કારણ છે. તેથી પત્નીને આશ્વાસન આપ્યું કે “તું ચિંતા ન કરીશ, હું એનું મન સુધારી દઈશ.”
બાપ સુધારવાને રસ્તે કાઢે છે –
એક બે દિવસ બાદ બાપે સાંજે બજારમાંથી આવી બહુ ચિંતાતુર હવાને દેખાવ કર્યો. છેકરીને બાપ પર બહુ પ્રેમ છે, તેથી પૂછે છે “કેમ બાપુજી! આટલા બધા આજે ઉદાસ ?'
બાપ કહે, “બેન! તને શું કહું? કહીને વળી તને દુઃખમાં કાં પાડું ?”
છોકરીને વધુ ઇંતેજારી થઈ કહે છે, “અરે આ શું કહે છે? મારે વળી શાનું દુઃખમાં પડવાનું? ઉલટું આપ કારણ કહે અને એમાં મારાથી કંઈ બને એવું હોય ને તેથી આપની ચિંતા દૂર થતી હોય તે હું જરૂર એ કરીશ.”
બાપ કહે, “વાત તે બીજી કાંઈ નથી, પણ આ દુકાન અને ઘરના નેકર, બંને ઉપર મારું ધ્યાન શી રીતે રહે? ને ધ્યાન ન રાખીએ એટલે એ ચોરી કરે, કામ અગાડે, માલ બગાડે. એ સહજ છે.”
કરી કહે છે, “તે બાપુજી જે આપને ઠીક લાગતું