________________
અને ઉત્થાન
૧૧૫
ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, નવપદ, નવતત્વ, આઠ કર્મ અને એના પ્રકૃતિ-સ્થિતિ-રસ–પ્રદેશ બંધ-ઉદય, ચૌદ ગુણસ્થાનક, બાર વ્રત, સાધુને ચરણસિત્તરી, કરણસિત્તરી, મહાપુરુષોનાં ચરિત્ર, અનેકાનેક તીર્થયાત્રા, આવશ્યકકિયાનાં સૂત્રનાં પદ, કેઈ સ્તવન સજઝાય, વગેરે વગેરેમાંથી ગમે તે વિષય લઈ એના પર સળંગ વિચારધારા ચલાવી શકાય છે. મન એમાં પરોવાયેલું રહે પછી કુશીલની વિચારણા જ શાની કુરે?
(૪) ઘણું કામ, ચેવીસ કલાકને દહાડે ને અઠ્ઠાવીસ કલાકના કાર્યને માથે ભાર, અને એમાં વ્યગ્રતા, એ પણ કુશીલના વિચારને અટકાવે છે; કેમકે એની ફુરસદ જ નથી.
વિધવા દીકરીનું દૃષ્ટાન્ત :શાસ્ત્રમાં શેઠની વિધવા દિકરીને પ્રસંગ આવે છે. યુવાનીના પ્રારંભે જ વિધવા બની હોવાથી માબાપે એનાં મનને ઓછું ન આવે માટે એને બહુ ઉદારતાથી રાખવાનું કર્યું છે. ઘરમાં કામકાજ તે કાંઈ એને કરવું હોય તે કરે, નહિતર નહિ. માબાપને કેઈ આગ્રહ નથી. પણ આનું પરિણામ એ આવ્યું કે નવરી પડી કેઈ જાતના વિચાર કરે છે, ઝરુખે બેસી નીચેના ભાગ પર દષ્ટિ નાખ્યા કરે છે. ત્યારે એ જોવામાં તે જુવાન જોડલાં દેખાય અને એના પર વિચાર કરવાને કુરસદ હાય પછી મન બગડ્યા વિના કેમ રહે? એનું મન બગડ્યું; બગડ્યું તે એવું બગડયું કે એક દિવસ દાસીને કહે છે કે “કઈ યુવાનને પકડી લાવ.”