________________
પ્રકરણ ૨૭ ]
--
-
---
- [૩૧૩ થશે? મારે તે કોઈ પરભવે બચાવ જ દેખાતું નથી. આ મારી ઘરવાળા કહેતા હતા કે આ શું લઈ બેઠા છે? પણ હું માનતે નહોતે. બાપજી! મારું શું થશે? - '': મહાત્મા આશ્વાસન આપે છે. - “મુંઝાશે નહિ, જીવતા છે ત્યાં સુધી હજી પાપ દેવાને તક છે. મરી ગયા પછી તક ગઈ. પહેલે શ્રેષ્ઠ ઉપાય તે સંસાર છોડી ચારિત્ર લે.” . “એ તે બાપજી! એકદમ કેમ બને?”
મહાત્મા કહે, તે પછી નથી ને કદાચ એકદમ નરક-તિર્યંચ ગતિમાં જવાનું થયું તે એકદમ જ ઘેર ત્રાસ વેઠવાનું બની શકશે ને ? ખેર ! એમ કરો જેટલી હોંશથી પૈસા ભેગા કરવાનું કર્યું છે, એનાથી બેવડી, ચારગુણ, દસગુણી હોંશ સાથે પપકાર કર, સુકૃત કરે, વ્રત-નિયમમાં આવે, ત્યાગ-તપસ્યા કરે. કહે, આ તે બનશે ને ?
“હા મહારાજ ! એ તે જરૂર કરીશ, એ કરતાં કરતાં મને બળ પણ કેળવીશ. હવે જરાક કહું? આ મંત્ર પૂરે કરી આપે તે એનાથી જે વધારે નાણું મળશે, એનાથી વધારે પુણ્ય-દાન કરી શકીશ.”
પુણ્ય કરતાં માયાની લપ સાથે લાગે એ ભયંકર –
મહાત્મા સમજાવે છે, “અરે ભલા માણસ! એ પૈસાના દાનથી પુણ્ય તે સાથે આવશે, પણ પૈસાની માયાની લપ તમારી સાથે લાગશે એનું શું? એ ભારે પડી જશે. શું અહીં જ નથી અનુભવ્યું કે ધનની મોહમાયામાં કેટલાં કાળાં કર્યા છે? દેવગુરુ-ધર્મને કેવા ભૂલ્યા છે? એ ધનતૃષ્ણની લપ પાછી ઊભી