________________
કાર]
: [૨મી નરકનાં કારમાં સુખ- “જનમતાં જ કુંભમાં ઉત્પન્ન થાય તે લાંબી સાંકડી નળીમાંથી એને બહાર કાઢવા માટે પરમાધામી તીક્ષણ સાણસાથી ટૂિકડે ટૂકડે કાપી કાપીને બહાર ખેંચી કાઢે છે ! કાઢવ્યા પછી તલવાર-ભાલાથી એના ટૂકડે ટૂકડા કરે છે. પાછું કર્મ એવું ચીકણું કે શરીર આખું પારાની જેમ સંધાઈ જાય છે. ત્યાં પરમાધામી એને ટાંગાથી પકડી શિલા પર ધેતિયું કૂટવાની જેમ પછાડી કૂટે છે. પાછે એને યંત્રમાં ઘાલી શેરડીને રસ કાઢવાની જેમ પીલે છે. વળી મકાઈ ડોડાની જેમ એને પગેથી ઝાલી ધખધખતી આગની ભઠ્ઠીમાં ઘાલી ફેરવી ફેરવીને શેકે છે ! પાછો બહાર કાઢી જમીન પર સુવાડી તીર્ણ ભાલાઓ આખા શરીરના ભાગમાં ભેંક બેંક કરે છે! એક પરમાધામી એવા દારુણ જુલ્મ કરીને જાય ત્યાં બીજે પરમાધામી આવી વળી નવી જાતને જુલ્મ વરસાવે છે. આવાં માં જઈ પડવું પડયું ત્યાં કેણ બચાવવા આવશે ? આ પૈસા? આ મોજમજાહ? શું સમજીને એની પેઠે પડયા છે? ભાન નથી?”
અગમલાલ સ્તબ્ધ થઈ ગયે. એની આંખ સામે જગતના જીનાં દુઃખ તરી આવ્યાં, “હાય ! એ દુઃખ મને આવે તે કેમ સહ્યા જાય?' એ પ્રાસકો પડે. “જીવન આખું ય ઘેર પાપની રમત કરી છે તે મારું શું થશે ? એ સજજડ આંચકે લાગ્યું. આંખમાં પાણી આવી ગયાં, કહે છે
આ “મહારાજ ! મહારાજ ! આજે તમે મારી આંખ ખોલી નાખી. મારા પાપી જીવન પર મને તિરસ્કાર છૂટે છે, મારું શું