________________
૩૦૪]
[ રુમી ગદ્ થઈ ગયું. મને થયું કે “આ અધમી પતિના પનારે કાં પડી ? પણ હવે એ આ મહાત્માથી જરા બેધ પામે તે સારૂં.' એમ વિચારીને મુનિમહાત્માને પોતાની કરુણ કથની કહે છે, અને વિનંતિ કરે છે કે “કૃપા કરીને એમને કંઈક બંધ પમાડે.” | મુનિ મહાત્માએ કહ્યું “ઠીક, મેકલજે એમને. પણ જુઓ ધર્મનું નામ લેતા નહિ, નહિતર એ નહિ આવે. તમે તમારે એમને કહેજે કે બહારથી એક સાધુ આવ્યા છે. એમને કાંક દેવું છે તે જરા મળી આવજે.'
બાઈ ઘરે આવી અગમલાલને એ પ્રમાણે કહે છે. ત્યારે પેલે પહેલાં તે જરા આનાકાની કરે છે, પણ વાણિયો પાછો લેભમાં પડે છે કે “કેને ખબર, સાધુ આત્મા છે, કંઈક જંતર મંતર જાણતા હોય તે મને આપ હશે. એ મળે તે તે બંદા ન્યાલ જ થઈ જાય, માટે જવું તો ખરું જ. જવામાં શું જાય ? જોઈશું.'
બસ અગમલાલ ઉપડ્યા મહાત્મા પાસે. જઈને પ્રણામ કરીને બેઠા, પિતાની ઓળખ આપી. મહાત્માજી કહે છે. “સારું મેં તમારું નામ સાંભળેલું, તમારી કીર્તિ સાંભળેલી, મને થયું કે આવા ભાગ્યશાળીને એક મંત્ર સાધી આપું, તે વળી એ ધાર્યા પૈસાના ઢેર વધવાથી કેટલાયનું ભલું કરશે.”
વાણિયો કહે, “હા બાપજી! ખરી વાત, આપ જેવાની પ્રસાદી મળે અને ધાર્યા નાણાં આવ્યું જતા હોય તે તે એને પપકારમાં ખૂબ ઉછાળું. આ તે વેપારમાં ધાર્યું નથી મળતું એટલે જરાક હાથ પાછો પડે છે.”
છે ને ઉદારતા? પરોપકાર જાણે છે તે વસી ગયો છે, પણ બિચારાને પૈસાની પહોંચ નથી એટલે જ કામ અટકયું