________________
પ્રકરણ ૧૬]
[૨૧૫ સંયોગ મળ્યો હતે, છતાં પૂર્વે ધર્મરસ તેડીને આ મેળવ્યું છે, તેથી અહીં આટલા ઉચ્ચ સંયોગની પણ કઈ અસર નથી. ચરિણામ? “પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા!” વિષય-કષાયમાં ચકચૂર બની પાપ કરવામાં બાકી ન રાખી. મરીને ઘેર રૌરવ દુઃખભરી ૩૩ સાગરોપમ યાને ૩૩૦ કટાર્કટિ પલ્યોપમની કાળ-મર્યાદાવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયા !
જીવતા જાગતા તીર્થંકરદેવ મળવા છતાં ય આમ? હા, પિતાને વિષયરસ મૂક ન હોય તે ભગવાન શું કરે? પહેલી નરકના પણ દુઃખે એવાં કે સાંભળતાં ય કમકમી ઊપજે, તે સાતમીનાં દુઃખનું પૂછવું શું? એટલું વેઠયા પછી ય છૂટકારો ક્યાં છે? ત્યાંથી ચ્યવીને સિંહ થયા? કેવું કર ઘાતકી જીવન? એના અંતે શું મળે? મરીને જવું પડ્યું જેથી નરકમાં! ત્યાંના ઘેર દુખેમાં રીબાઈ ઍવીને ય છૂટકારે કયાં છે? પછી ય સંસારમાં બહુ ભટક્યા ! આ બધેય ધર્મરસ જાગવાની વાત કયાં? વિચારજે, ધર્મને રસ જાગ્યા પછી ય તેડી નાખવામાં કેટલી દુર્દશા છે? તો ધર્મરસ જગાડવાને જ નહિ ને જીવનભર વિષયરસ તથા મદ-માન આદિના જ રસ પિવે જવામાં કેવી દુર્દશા?
મરીચિએ લેભમાં ધર્મરસ ગુમાવ્ય :
વીર પ્રભુના જીવને પહેલાં પણ આવું બનેલું. મરીચિના ભવમાં ભરત ચક્રવતીના દીકરા, પણ ઋષભદેવ તીર્થકર ભગવાનની સમવસરણાદિ ઋદ્ધિ જઈ “અહો! જે ધર્મનું જ આ અલૌકિક ફળ છે તે મારે ધર્મ જ કરવા જેવું છે. સંસારના