________________
૨૧૪]
[ રુકમી ત્યાંથી એવી અહીં મહા બળવાન ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. વિચરતા શ્રેયાંસનાથ ભગવાનને ભેટો થયે, પણ તેથી શું ? પેલા જડ પુદ્ગલના સંસ્કાર જામી પડયા છે, એટલે ધર્મરસ જાગવાના ફાંફા ! પૂર્વભવે જબરદસ્ત ચારિત્ર ધર્મને અભ્યાસ છે, અને અહીં વિચરતા તીર્થકર ભગવાનને યોગ મળે, પછી ધર્મમાર્ગે દોડવામાં બાકી રહે ?
હેઈસમવસરણ મંડાયા હેય, જગદગુરુ જિનેશ્વર ભગવંત એના પર બિરાજ્યા હોય, કેટિગમે દેવતાઓ ત્યાં ઊતરી પડ્યા હેય, ઈન્દ્રો પણ પ્રભુની પાસે ચામર લઈને થનથન નાચતા હોય, સિંહ-વાઘ–વરુ જેવાય શાંત બેસી સાંભળતા હાય, રાજા-મહારાજા શેઠ-શાહુકાર પણ પ્રભુની જનગામિની અને પાંત્રીસ અતિશયવાળી વાણુંનું શ્રવણ કરી કરી હૈયાં ભીનાં લચબચ કરતાં હોય, કેઈ મનુષ્યો ચારિત્ર કે શ્રાવકના વ્રત લેતા હોય,–આ બધું જોવા મળે ને તીર્થકર ભગવાનના શ્રીમુખે હૃદયવેધી, મેહભેદિની, સંવેગ-વૈરાગ્યજનક, દિવ્ય રસભરી,
માંચક વાણું સાંભળવા મળે, પછી ધર્મરસ ઊલસવામાં અને ધર્મ માગે ઝુકાવવામાં બાકી રહે? ચમરબંધીઓને વૈભવવિલાસભર્યા સંસારની કાંચળી ફગાવી દેતા જેવાનું મળે, ત્યાં હૈયાં ઊછળાઊછળ કરવા માંડે, એમાં નવાઈ છે?
ધમરસ તેડી નાખતાં થતી દુર્દશા –
પરંતુ ના, પૂર્વે છત ધર્મરસ તેડી નાખ્યો છે, વિષ્ઠા જેવા અસાર વિષયસુખ વહાલા કર્યા છે, ત્યાં હવે રસ એના જ રહે, ધર્મને રસ કયાંથી જાગે? ત્રિપૃષ્ઠ વાસુદેવને આ બધે