________________
-રણાદિથી કાર્યની આદિથી અંત સુધી આવનારા વિદને -ટળી જાય છે..
જેટલા શ્વાસોચ્છવાસ આ મંત્રથી ભરાય છે. અર્થાત આ મંગળકારી મંત્રના સ્મરણમાં વપરાય છે, તેટલા આત્મહિતકારી છે એવું શ્રી વિતરાગનું વચન છે.
આ મંત્ર, જગતના સર્વ ગુણ પુરુષ પ્રત્યે નમ્રતાને સૂચક છે. ગુણ પુરુષની ગુરૂના અને પિતાની લઘુતાનું સતત ભાન કરાવે છે. પરમેષ્ઠિ ભગવંતે સર્વથી મહાન છે–તેમની આગળ હું અતિ અલ્પ, લઘુ, તુચ્છ છું, આ રીતે પિતાનું લઘુત્વ અને પરમેષ્ઠિઓનું ગુરૂત્વ સ્થાપિત થતું હોવાથી, આ મંત્ર વડે અવિદ્યા, અહંકાર અને તનજન્ય જન્માદિ દોષ નાશ પામે છે. અવિદ્યા, અહંકાર ટળવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બુદ્ધિથી થયેલું કાર્ય, સફળ થાય છે.
સફળતા મેળવવાને પ્રથમ ઉપાય બુદ્ધિની નિર્મળતા છે, નમસ્કાર વડે તે સિદ્ધ થાય છે. નમસ્કાર વડે નમ્ર ભાવ આવે છે ગુરૂની ગુરૂતા અને પ્રભુની પ્રભુતાનું ચિંતન થાય છે. તેમની મહત્તા અને પિતાની અપતાનું ભાન થતાં હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. ભક્તિના પ્રભાવે મનસમુદ્ર ખાબાચીયું બને છે.
સિદ્ધિનું બીજ પા૫ વિમુક્તિ માટે સર્વથા પાપરહિત પુરુષને
૬ ૭૮ ].
જેન તત્વ રહસ્ય