________________
કરાતે નમસ્કાર, અંતકરણની શુદ્ધિ કરાવી સકળ પુરૂષાર્થની સિદ્ધિનું બીજ બને છે.
જીવત્વનું બહુમાન જડ પ્રત્યેના આદર–આકર્ષણ, પ્રીતિ, બહુમાન, પ્રમાદ, અનુમોદન વગેરે પાપપ્રકૃતિને રસ નિકાચે છે. તેમાંથી બચવા માટે શ્રી નવકારને આશ્રય અનિવાર્ય છે. એક નવકાર જ જડત્વના બહુમાનથી જીવને બચાવી લઈ, જીવત્વના બહુમાન-માર્ગે જીવનને દેરી જાય છે. તેથી તેનું પુનઃ પુનઃ રટણ-સ્મરણ-પઠન-ચિંતન ધ્યાન એકાંત હિતકારી છે.
અમૂલ્ય ભેટયું શ્રી નવકાર એ સારની પિટલી છે, શ્રી નવકાર એ રનની પેટી છે. શ્રી નવકાર એ ભવાટવીને ભેમિયો છે. શ્રી નવકાર એ ભવસમુદ્રની દીવાદાંડી છે. શ્રી નવકાર એ ધ્રુવને તારે છે.
શ્રી નવકાર એ શ્રી તીર્થંકર પરમાત્માનું અમૂલ્ય ભેંટણું છે. - શ્રી તીર્થંકર પરમાત્માઓ તરફથી જગતના જીવોને એક શ્રી નવકારનું લેણું એવું છે, કે તે જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી તેઓને સંસાર ઉપર અનન્ય ઉપકાર, બીજાઓના સર્વ ઉપકાર ભેગા મળીને પણ જે લાભ ન કરે તેટલે મોટો લાભ કરે છે. તેમજ કરશે.
જેન તત્વ રહસ્ય
[ ૭૯