________________
પિતાની આ ભ્રાંતિને દૂર કરવા જેઓ તૈયાર નથી અને કેવળ દેહ વિલાસી અને ઈન્દ્રિય પરસ્ત જીવન જ પસાર કરવા માગે છે. તેથી જૈન ધર્મની આરાધના અંશે પણ થવી શક્ય નથી.
દેહ, ઈન્દ્રિય તેના વિષયો અને સાધને–એટલા પૂરતું જ જેઓનું જીવન છે. જીવન ધ્યેય છે અને પિતાને તથા બીજાઓને તે બાહ્ય સુખનાં સાધનો મેળવી આપવાના પુરૂષાર્થમાં જ કૃત કૃત્યતા માને છે, તેથી શ્રી વીતરાગ પરમાત્માના નિર્ચસ્થ મુનિઓની કે તેઓશ્રીએ પ્રકાશેલા ધમની સાચી પિછાન, આ જીંદગીમાં કે હવે પછીની અસંખ્ય જીદગીઓમાં પણ થવી અતિ મુશ્કેલ છે.
જેઓ સાચા જૈન બનતા ઈરછે છે, તેમણે બીજી વસ્તુઓમાં કાતિ કરવાની વાતે કે જે તેમના કાબુ બહારની છે, તેને એક વખત બાજુએ રાખી, જે વસ્તુ પિતાને સ્વાધીન છે, એ પોતાના સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનમાં કાતિ આણવાની જરૂર છે. શ્રદ્ધા અને જ્ઞાનને એ પè થતાંની સાથે અહિંસા, સંગમ, સત્ય, ક્ષમા આદિ ધર્મો તેનામાં સહજ રીતે આવવા લાગશે અને એ. ધર્મોના પાલનથી થતા ઉચ્ચ કેટિના લાભ અનુભવવા મળશે.
સાચા જૈન બનવાની ઈચ્છા ધરાવનારે ઓછામાં ઓછું આટલું તે કરવું જ જોઈએ.
જૈન તત્વ રહસ્ય
T[ ૩૫