________________
જેઓ જૈન ધર્મને તેના મૂળ સ્વરૂપમાં ઓળખવા ચાહે છે, તેમણે સૌથી પ્રથમ પિતાના આત્માને સ્વભાવ તેનું જ્ઞાન-દર્શનાદિમય સ્વરૂપ, તેનામાં રહેલા સુખવિર્યાદિ ગુણે અને તેની અનાદિ અનંત કાળ સુધી આત્મામાં રહેલી સ્થિતિને સમજવી જોઈએ. ઓળખવી જોઈએ તથા પ્રતીતિમાં લાવવી જોઈએ. પછી જ તેને શ્રી વીતરાગ પરમાત્મા તરફ પૂજ્ય પણાનો સાચે ભાવ જાગે છે અને એ વીતરાગના પંથે પ્રયાણ કરી રહેલા મુનશ્વરની સાચી મહત્તા ખ્યાલમાં આવે છે.
અહિંસા, સંયમ, તપ, ક્ષમા, સત્વઆદિ ધર્મો, શુદ્ધ આત્મ સ્વરૂપમાંના અનુભવમાંથી જન્મેલા હોય છે. અથવા શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવ પ્રત્યે દોરી જનારા હેય છે.
તેથી જેઓને અહિંસા, સંયમ આદિ ધર્મને અનુરાગ છે, તેઓએ પિતાના તેમજ પરના શુદ્ધ આત્મ સ્વરૂપનું શ્રી જિનવચનને અનુસરીને યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ અને એ જ્ઞાન દ્વારા પોતાના જ્ઞાન તથા શ્રદ્ધામાં કાતિ લાવવી જોઈએ.
સંસારી જીવને અનાદિ કાળથી પિતાના દેહ, ઈન્દ્રિયો આદિ પ્રત્યે આત્મપણાની ભ્રાંતિ છે, અને તેથી દેહ, ઈન્દ્રિય આદિના જ સુખમાં પોતાને સુખી અને ખમાં પોતાને દુઃખી માની રહ્યા છે.
૩૪ ]
જેન તત્વ રહસ્ય