________________
(૧) પિતાના દેવ-ગુરૂ—ધર્મનું યથાર્થ સ્વરૂપ એળખવું જોઈએ. -
(૨) જિનેક્ત શાસ્ત્રમાં કહેલા જીવ, અજીવ આદિ નવ તનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ.
(૩) દેહ, ઈન્દ્રિયો તેના વિષયો અને તેના સાધને આદિ જડ પદાર્થોથી પિતાનું સ્વરૂપ ભિન્ન છે. તેની વારંવાર પ્રતીતિ કેળવવી જોઈએ.
(૪) આત્મામાં ગુપ્તપણે રહેલી અનંતી શક્તિઓ અને સમૃદ્ધિઓને નિરંતર વિચારવી જોઈએ તથા જેઓને તે પ્રગટ થયેલી છે અને જેઓ તેને પ્રગટ કરવા સતત ઉદ્યમશીલ છે, તેઓને આદરથી નિરંતર પૂજવા જોઈએ.
(૫) જીવન શુદ્ધિ માટે ભયાભક્ષ્ય, પેયાપેય અને ગમ્યાગમ્ય સંબંધી ઉત્તમ કુળની પરંપરાથી મળેલા શ્રેષ્ઠ નિયમનું ચીવટપૂર્વક પાલન કરવું જોઈએ.
(૬) અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માના અનંત ઉપકારોને વાંચવા, સાંભળવા, સંભારવાની ઉત્તમ રૂચિ દિન-પ્રતિદિન દઢ કરવી જોઈએ.
સાચા ધર્મી બનવાની ઈચ્છાવાળાએ આટલું તે કરવું જોઈએ.
૩૬ ]
જેન તવ રહસ્ય