________________
મનુષ્યને જે દુઃખ છે, તે તેની ચેતનાને કારણે જ છે. જે વખતે તે પોતાની ચેતનાને ખોઈ બેસે છે, તે વખતે તેની ચિંતાઓ તથા વ્યથાઓ દબાઈ જાય છે અર્થાત્ તેના મનમાંથી તત્કાલ પૂરતી ઉડી જતી તેને લાગે છે.
આવી અચેતનવત્ અવસ્થા નિદ્રા સમયે હોય છે અને તેથી ચિંતામાં આપોઆપ ઉંઘી જાય છે. પણ ખરેખર નાશ નથી પામતી. એટલે માણસની નિદ્રા ઉડી જાય છે તેની સાથે જ તે પુનઃ ચિત્તમાં સળવળાટ પેદા કરે છે એનાથી બચવા માટે કેટલાક માણસે ભ્રમવશાત્ નશાવાળી ચીજોનું સેવન કરે છે.
આ નશે એ તો એક જાતનું કલે રેફર્મ છે, જે મનને થોડા સમય માટે બહેરુ બનાવે છે. બાકી તેનાથી મન ચિંતામુક્ત નથી જ બનતું.
આધુનિક સુધારકે નશાવાળી ચીજોનું વેચાણ કાયદાથી બંધ કરાવવા ઈચ્છે છે, તેમજ મદિરાપાન અટકાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ દુઃખની અનુભૂતિને અભાવ કરવા માટે નશાને સાધન માનનારા મનુષ્યો છે, ત્યાં સુધી એ ચીજોને વપરાશ બંધ થવાની શક્યતા નહિવત્ છે. જ્યાં સુધી મનુષ્યના મનને તીવ્ર ચિંતાઓ સતાવ્યા કરશે, ત્યાં સુધી તે તેમાંથી મુક્તિ મેળવવા કઈને કઈ એવાં સાધને શોધવાને કે જેનાથી એને કૃત્રિમ અચેતનતા પ્રાપ્ત થઈ જાય.
જન તત્વ રહસ્ય
[ ૨૩૯