________________
જે મનુષ્ય એવી ભયંકર ચિંતાઓથી પીડાતે હોય. છે, કે જેમાંથી છૂટકારો પામવાની કઈ પણ આશા જ નથી દેખાતી, તે તે મૃત્યુને આમંત્રણ આપે છે.
પરંતુ વિવેકી માણસ ચિંતાથી મુક્ત થવા માટે, નિદ્રા તેમજ નશાને આશ્રય લેતું નથી. તેમજ મૃત્યુને આશ્રય પણ લેતો નથી અર્થાત્ આપઘાત પણ કરતા નથી.
આ આશ્રય લેવા એ નરી કાયરતા છે. ભાગેડુવૃત્તિ છે, અજ્ઞાન છે, તેનાથી ચિંતારહિત જીવનનું સુખ મળતું નથી. પણ અધિક દુઃખી થવાય છે.
ચિંતાથી મુક્ત થવા માટેના ચિંતાના સ્વરૂપને સર્વ પ્રથમ બરાબર જાણું લેવાની જરૂર છે.
આધ્યાત્મિક શક્તિના હાસથી ચિંતા પેદા થાય છે. જ્યારે આપણે વારંવાર કઈ પણ તુચ્છ વિષયનું ચિંતન કરીએ છીએ ત્યારે આપણી માનસિક શક્તિ મોટા પ્રમાણમાં ખવાઈ જાય છે. માનસિક શક્તિ ખવાઈ જતાં ચિંતાનું એજ દબાણ વધી જાય છે. જેવી રીતે તાવથી પીડાતા મનુષ્યને સર્વ પ્રકારનું ભજન કડવું લાગે છે, તેવી જ રીતે માનસિક શક્તિ વગરના મનુષ્યને દરેક સાંસારિક વિષય ભારે ચિંતાનું કારણ બની જાય છે. • વિષય સંબંધી વિચાર કરવાથી ચિંતાઓ ઓછી થતી નથી, બલકે વધતી જ રહે છે.
જે કઈ મનુષ્ય ચિંતાથી મુક્ત થવા ઈચ્છતે હોય ૨૪૦ ]
જેમ તત્વ રહસ્ય