________________
તફ સરિતા ઓ આપમેળે છે જયારે છે, તેમ ખેંચાઈ આવે છે. તેથી પાત્રતા કેળવવાને વિચાર ઘણે સારો છે. અને એ જ સૌથી શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે. એ કેમ ચઢેલા આત્માઓના પતનને સંભવ રહે તે નથી અથવા ઘણે ઓછો રહે છે.
તે સંબંધમાં માત્ર એટલું જ વિચારવાનું રહે છે કે એકલી માર્ગનુસારિતા ઉપર જ વધારે પડતું વજન આપવા જતાં એ માર્ગનુસારીપણાના જ અનેક ગુણ ઘવાય છે.
છેલે ગુણ ઘણો મહત્વનું છે. જે સંસાર અપેક્ષાએ માતાપિતાદિ ગુરૂજનને જેટલે લાગુ પડે છે, તેટલે જ ધર્મ અપેક્ષાએ દેવ, ગુરૂ, સંઘ આદિને પણ લાગુ પડે છે. અને એ બધા ગુણોના ગર્ભમાં આપણને સન્માર્ગ પ્રત્યે દઢીકરણ મેળવવા માટે ઘણું સામગ્રી ગોઠવાયેલી છે..
તેથી માર્ગનુસારિતાની વ્યાખ્યા પણ કેવળ ન્યાયસંપન્ન વૈભવાદિ જેટલી સીમિત ન રહેવી જોઈએ. અને એ રીતે તે ગુણોની સાધના અપૂર્વ રેગ્યતાને પેદા કરનારી થાય. એમાં જરા પણ શંકા નથી.
પ્રશ્ન :- “સામાયિક, પ્રતિક્રમણ તપ વગેરેમાં હાલ તે મુજબને ભાવ આવા સંભવિત લાગતું નથી. ઉપરથી દંભ, અભિમાન, અવિધિ આશાતના વગેરે નો પ્રાદુર્ભાવ સ્વાભાવિક લાગે છે. એટલે જ્યાં સુધી સ્વાભાવિક રૂચિ
૨૧૪ ]
જૈન તત્વ રહસ્ય