________________
તેને ચિરંજીવી બનાવવામાં દ્રવ્ય-પૂજાપૂર્વક ભાવ-પૂજાને જ્ઞાનીઓએ બતાવેલો કેમ જ ફળદાયી નીવડે છે, એ જ્ઞાની પુરુષોને એટલે પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિ પુંગને ચક્કસ અભિપ્રાય છે.
પ્રશ્ન – “એવું સાંભળવા અને વાંચવામાં આવે છે કે શુભ અનુષ્ઠાનમાં વિશેષ શુભ ભાવની વૃદ્ધિ થાય છે, પણ એવું અનુભવવામાં આવતું નથી.”
ઉત્તર – એ અનુભવ નહિ થવાનું કારણ તત્વજ્ઞાનની ન્યૂનતા અથવા અસ્પષ્ટતા સિવાય બીજું કાંઈ સમજવું નહિ. તે ન્યૂનતા કે અસ્પષ્ટતા શું છે, તે આજ પત્રમાં આગળ આવશે, તે મનનપૂર્વક વાંચવાથી ખાત્રી છે કે શુભ અનુષ્ઠાને, શુભભાવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે, એ દઢ વિશ્વાસ જાગ્યા સિવાય રહેશે નહિ.
માર્ગોનુસારીના ગુણે એ ધર્મને પાયે છે. એ તમારો નિશ્ચય વ્યાજબી છે. એ જ રીતે ધર્મરત્ન પ્રકરણમાં બનાવેલા શ્રાવકના ચક્ષુદ્રત્યાદિ ૨૧ ગુણ પણ ધર્મરત્નની પ્રાપ્તિ માટેની ગ્યતાના મુખ્ય હેતુઓ છે. તથા બીજ પણ પાત્રતા વિકસાવવાના ઔદાર્ય, દાક્ષિણ્ય, ગાંભીર્ય, વૈર્ય, સૌજન્ય આદિ ગુણોના વિકાસની પણ ઘણી જરૂર છે.
એ રીતે પાત્રતા કેળવ્યા બાદ પાત્ર જીવોને સંપદાઓ આવી મળે છે, અર્થાત્ પાત્ર વ્યક્તિઓને ગુણરૂપી સંપદાઓ બેલાવ્યા વિના કે ઈચ્છા કર્યા વિના પણ સમુદ્રની
જેન તત્વ રહસ્ય
[ ૨૧૩