________________
ભાવ-પૂજામાં મને વિશેષ આત્માભિમુખ થતું લાગે છે, એ ઘણું જ ઉત્તમ ચિહ્યું છે. તમારા જેવા ચિંતન પ્રધાનને તેજ રૂચે, છતાં તેજ ચિંતનના બળે રોગીને ઔષધની જેમ દ્રવ્ય-ગીને અર્થાત્ આરંભ, પરિગ્રહ, મેહ-મમત્વ અને વિષયાદિની અંદર ખૂંચેલા-ફસાયેલા ગૃહસ્યવર્ગને તે રોગનું નિવારણ કરવા માટે દ્રવ્ય-પૂજા. પણ કેટલી સમર્થ અને ઉપગી છે તે સમજવાની યોગ્ય સામગ્રી મળે, સમજાયા સિવાય રહેતું નથી.
૧૨૫ ગાથાના સ્તવનની ૮–૯–૧૦ એ ત્રણ ઢાળમાં એ વિષય ખૂબ સ્પષ્ટ કર્યો છે. જેને વાંચવાથી સહદયી, જીવનાં દ્રવ્ય પૂજાનાં પરિણામ સતેજ થયા સિવાય. રહેતાં નથી.
દ્રવ્ય-પૂજા કરનારા બીજાઓના જીવન અશુદ્ધ અને મલીન છે, એમ વિચારવા કરતાં જેઓનાં અંતઃકરણ મલીન નથી અને જ્ઞાનીઓની આજ્ઞાનું આરાધન કરવાના પરિણામમાંથી જેઓને દ્રવ્ય-પૂજાની કરણી કરવી છે, તેઓને માટે એ અનુષ્ઠાન કૂપના દષ્ટાન્તથી જીવના સંસારને, પાતળ કરનારૂં થાય છે. એ વાત સિદ્ધ છે. તેથી ગૃહસ્થાની અપેક્ષાએ ભાવ-પૂજા કરતાં પણ દ્રવ્ય-પૂજા પરમ મંગળા કરનારી છે. અને દ્રવ્ય-પૂજા પૂર્વકની ભાવપૂજા જ શાન્તિ આપનારી છે. એ અનુભવ થયા સિવાય રહેતું નથી..
દ્રવ્ય–પૂજા વિના એકલી ભાવ-પૂજા છેડે વખત રૂચિકર લાગે તે પણ તે રૂચિ ચિરંજીવી બનતી નથી.
૨૧૨ ]
જૈન તત્વ રહસ્ય