________________
આપણુ તવ સમજવા માટેની સાચી ધગશ. સાચી ધગશ હેય તે કઈ એક પક્ષમાં અટકી ન જવાય અને વિનિત ભાવ હોય તે જ અતીન્દ્રિય વિષયમાં બહુશ્રુતેને શરણે રહેવાય.
કઈ પણ વિષયમાં અંતિમ નિર્ણય પર આવતા પહેલાં તેની ચારે બાજુથી પુખ્ત વિચારણા ચાલુ રહેવી જોઈએ અને જ્યાં સુધી આપ્ત પુરુષનું સમર્થન ન મળે, ત્યાં સુધી મતિની અલ્પતા અને શાસ્ત્રોની ગહનતાને વિચાર કદી પણ છોડી ન દેવો જોઈએ. અને એ તેઓથી જ બને કે જેઓની તત્વ જિજ્ઞાસા ભવ્યત્વ પરિપાકથી જન્મેલી હોય. તથા જન્મજાત કુલીનતાને વરેલી હોય.
તેવા તત્ત્વ માટે જે કાંઈ મંથન કરે તેમાં ભૂલ ભરેલા નિર્ણય પણ અનેકવાર થાય, છતાં આગ્રહ રહિતતા હોવાથી પ્રજ્ઞાપક મળતાંની સાથે જ અસદુ નિર્ણયને ફેરવતાં વાર કરતા નથી. એ સદ્દગુણને શાસ્ત્રોમાં પ્રજ્ઞાપનીયપણું કહ્યું છે.
ગુરૂવચને પન્નવણુજ, તે આરાધક હો હવે. અનુચિત તેહ ન આચરે, વાળે વળે જિમ મ...
એ શબ્દોમાં જ્ઞાની ભગવતેએ ઉક્ત સદગુણને વખાણ્યો છે. તમારા લખાણમાં તે જરૂરી સદ્દગુણની છાયા તરી આવે છે તેથી આ પત્ર લખવાનું દિલ થાય છે.
જેન તત્ત્વ રહસ્ય
[ ૨૧૧