________________
૫ Bad મુમુક્ષુનાં પ્રશ્નો.)
(એક મુમુક્ષુએ પિતાની મૂંઝવણ વ્યક્ત કરતો જે પત્ર પૂજ્યશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબને લખ્યો હતો. તે મૂંઝવણનું નિરાકરણ આ લેખમાં સચોટ રીતે પૂજ્યશ્રીએ કર્યું છે જે પ્રત્યેક આરાધક આત્મા માટે અત્યંત ઉપકારક છે. સંપાદક)
પ્રશ્ન – “ અત્યારે મારે શું કરવું જોઈએ, એ મારે મન મેટી મુંઝવણ છે.”
ઉત્તર – આ મુંઝવણને ઉપાય તન્ન સહેલો છે.
આ મુંઝવણ જે વિચારધારામાંથી ઉત્પન્ન થયેલી છે, તે વિચારધારા મૂળમાં જ ખોટી છે– એને નિશ્ચય થવાની અત્યંત જરૂરી છે. ઘણું વિચારશીલ મનુષ્યોને પણ કઈ કઈ વાર આવી સ્થિતિ આવી જાય છે. છસ્થ અવસ્થામાં આવી સ્થિતિ અનેકવાર આવી જવા સંભવ છે.
તેની સામે બચાવ કરનાર કોઈ પણ સમર્થ વસ્તુ હોય, તે તે બે છે– એક આપણે વિનિતભાવ અને બીજી ૨૧૦ ]
જૈન તત્વ રહસ્ય