________________
ન પ્રગટે ત્યાં સુધી તે ક્રિયાઓ ગૌણ કરવાની ભાવના થયા કરે છે.”
ઉત્તર :- તમારા આ વિચારોના જવાબમાં લખવાનું કે શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતે એ સમ્યગૂ દર્શન આદિ ગુણસ્થાનકેની ઉત્પત્તિ કેવળ નિસર્ગથી કહી નથી, પણ નિસર્ગ અને અધિગમ ઉભયથી કહી છે.
અનેક વખત અધિગમ એ નિસર્ગરૂપે પરિણમે છે. ક્રિયાઓ અભ્યાસ સ્વરૂપ છે. અને અભ્યાસનું બીજું નામ અધિગમ છે.
કેવળ ઉપદેશ શ્રવણ, તત્વચિંતન કે પુસ્તક-વાંચનથી અધિગમ થાય અને સત્ ક્રિયાઓનું સેવન નિષ્ફળ જાય, એમ કહ્યું નથી, ઊલટું એમ કહ્યું છે કે તે–તે ગુણસ્થાનને ઉચિત તે–તે ક્રિયાઓ અપ્રાપ્ત ગુણેને પ્રાપ્ત કરાવે છે, પ્રાપ્તને સ્થિર કરે છે અને વધારે છે.
વળી સામાયિક, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, પૂજન આદિ ક્રિયાઓ ઉપર આટલો બધો અરૂચિભાવ શા માટે? એમ જીવને ખરા અંતઃકરણથી પૂછીએ તે જવાબ મળ્યા વિના રહે નહિ. તે કેવળ પ્રમાદ સિવાય બીજું કઈ કારણ છે જ નહિ. કારણ કે તે બધી ક્રિયાઓ નિરવદ્ય છે. એટલે કેઈને પીડાકારક નથી, વળી તે સમયની બરબાદી કરનાર નથી, વળી તે સમયને તેમાં ઉપયોગ થાય છે તે લેખે લાગે છે. સાર્થક નીવડે છે. અને તેમાં અ૫ જે ધનને વ્યય કરવો પડે છે તે પણ ઉત્તમ
જેન તત્વ રહસ્ય
[ ૨૧૫