________________
ભુવનતિલક નામને પુત્ર હતે તેનામાં વિનય ગુણ અનુપમ હતે.
એક વખત રત્ન સ્થળ નગરના રાજ અમરચંદ્રના પ્રધાને ધનદ રાજાની સભામાં આવી, રાજાને પ્રણામ કરીને વિનંતી કરી કે, અમારા રાજની યશોમતી નામની રૂપગુણવાન પુત્રી, આપના પુત્રના ઉત્તમ ગુણે સાંભળી તેના પ્રત્યે અનુરાગવાળી બની મહા કષ્ટ દિવસે પસાર કરે છે. તેના લગ્ન આપના સુપુત્ર સાથે કરવા માટે રાજાએ મને મેકલ્યો છે. તે આ પ્રાર્થના સ્વીકારી આપના સુપુત્રને પાણિગ્રહણ કરવા માટે મારી સાથે મોકલે.
રાજાએ પ્રધાનને સત્કારી, સારા દિવસે મંત્રી અને સામંત વગેરે સાથે પુત્રને મોકલ્યો. તે રસ્તામાં સિદ્ધપુર નગરની બહાર રથમાં મુચ્છ પામી. આંખે બંધ કરી, ઢળી પડયો.
મંત્રી વગેરેએ તેને બેલવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ બેલી શક્યો નહિ, તેવામાં ત્યાં એક કેવળી ભગવંતને દેશના આપતા સાંભળી. મંત્રીએ તેમની પાસે જઈ કુમાર સંબંધી પૂછયું. . કેવળી ભગવતે જણાવ્યું કે ધાતકી ખંડના ભારતમાં ભુવનાગાર પુરમાં સગચ્છસૂરિ પધાર્યા, તે ગચ્છમાં એક વાસવ નામે સાધુ હતું. જે અવિનીત અને કિલષ્ટ મનવાળો હતે. એકદા ગુરૂએ તેને કહ્યું. વત્સ! તું વિનય કર, તેનાથી જ કલ્યાણ થાય છે.
ન તત્ત્વ રહસ્ય
[ ૨૦૭.