________________
આ સાંભળી વાસન મુનિ પ્રબળ પવનના ચેગે દાવાનળ જોર પકડે તેમ સર્ષની માફક ક્રૂર બનીને ક્રોધથી ધગધગતે વધુ ઉગ્ર બન્યો ગુરૂએ તેની ઉપેક્ષા કરી.
એક વખત અકાર્યમાં પ્રવર્તતા આ સાધુને બીજા મુનિઓએ વારતાં, તે તેમના પ્રત્યે અતિશય ઉગ્ર થઈ આ લોક અને પરલોકને બેદરકાર બની, તેઓને મારી નાખવા પ્રાસુક જળમાં તાલપુટ વિષ ભેળવી ત્યાંથી નાસી. ગ અને અરણ્યમાં કેઈ સ્થળે દાવા નળમાં સપડાઈ, બળી મરીને સાતમી નરકે ગયે.
સાધુઓને શાસનદેવીએ પાણી પીતાં અટકાવી બચાવી લીધા.
વાસવ મુનિ નરકમાંથી નીકળી, ઘણા ભામાં ભ્રમણ, કર્યા પછી, એક ભવમાં અજ્ઞાન–તપ કરી ધનદ્ રાજાને ત્યાં પુત્રપણે જન્મે. ઋષિ ધાતના અવ્યવસાયથી તે આ દુર્દશાને પામ્યો છે, તે કમ લગભગ ક્ષીણ થયું છે ને અહીં આવતાં મુચ્છ રહિત બની જશે.
એટલે મંત્રી તેને કેવળી ભગવંત પાસે લઈ ગયા ત્યાં તે મુછાથી મુક્ત થયા અને તેમને વંદન કર્યા ત્યારે મંત્રીએ તેને કેવળી ભગવંતે કરેલી વાત કરી એટલે. તેને જતિ સ્મરણજ્ઞાન થયું એટલે તેણે કેવળી પાસે દીક્ષા લીધી. મંત્રીએ પણ તેની સાથે દીક્ષા લીધી. યશોમતીએ જયારે આ વાત જાણી ત્યારે તે પણ મોહ છોડી. કેવળી ભગવંત પાસે આવી અને દીક્ષા લીધી. ૨૦૮ ]
જેને તત્વ રહસ્ય
=
=