________________
શ્રી તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંત, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાઅધ્યાય અને ગણિએ તેની આશાતનાથી દૂર રહેવું, ભક્તિ કરવી, બહુમાન કરવું તેમજ પ્રશંસા કરવી એમ ચાર પ્રકારે તેર ભેદને ગુણતાં બાવન પ્રકાર થાય છે.
વિનયનું સ્વરૂપ, તેના ભેદ અને ફળ વગેરે સમજવા જેવાં છે. વિનય અવિનયમાં પ્રવૃત્તિ, નિવૃત્તિ માટે તેનાં ફળ પ્રથમ જાણવા તે આવશ્યક છે.
વિનયથી સૂત્ર ગ્રહણ કરવામાં આવે તો જ અભિસિત ફળ આપે અન્યથા વિપરીત ફળ આપે. આ લેકના તુરછ કાર્યોની સાધક વિદ્યા પણ શ્રેણિકની માફક હીન - જાતિના પણ ગુરૂને વિનય કરાવે છે. તે સમસ્ત મનવાંછિત આપવા સમર્થ જિનભાષિત વિદ્યાના દાતાર ગુરૂને વિનય સાચવવામાં માણસ શી રીતે વિમુખ રહે?
વિનયથી શીખેલું શાસ્ત્ર, કદાચ પ્રમાદથી ભૂલી જવાય તે તે પરભવે તુરત ઉપસ્થિત થાય છે અને માસતુષ મુનિની જેમ કેવળજ્ઞાન પમાડે છે.
વિનય ધર્મનું મૂળ છે, તે પણ બહુમાન પૂર્વકને વિનય માટે બહુમાનથી એકતિ કલ્યાણ છે. એમ કહી શકાય.
સમૃદ્ધિશાળી કુસુમપુર નગરમાં ધનદ નામને રાજા રાજ્ય કરતું હતું. તેને પદ્માવતી નામની રાણી હતી,
૨૦૬ ]
જૈન તત્વ રહસ્ય