________________
ભિન્ન ભિન્ન પ્રદેશને ભિન્ન ભિન્ન ક્ષારોવાળું પાણી વાપરવાથી થતા અનેક રોગોથી બચવા માટે પણ ઉકાળેલું પાણે વાપરવાથી અચૂક ફાયદો થાય છે, સાથોસાથ વિચાર શુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.
પ્રશ્ન-આયંબિલના ભજનથી દાંત ઢીલા પડે છે કે બગડે છે તે વાત સાચી છે?
ઉત્તર- દાંતના સઘળા રેગેનું કારણ સ્નિગ્ધ અને મિષ્ટ ભેજન છે. તેને આરોપ લૂખા ભજન ઉપર કરો તે નિર્દોષ વસ્તુને સદોષ ઠેરવવાને અઘટિત પ્રયત્ન છે.
આયંબિલથી દાંતના રોગ થાય છે એમ કહેવા કરતાં રોગો મટે છે એમ કહેવું એજ સત્ય છે.
પ્રશ્ન-આયંબિલથી ઉલ્ટી, કબજીઆત, હરસ, મસાદિ થાય છે તેનું કેમ?
ઉત્તર- જેણે કદી આયંબિલ કર્યું નથી, તે સર્વ પ્રથમ જ્યારે આયંબિલ કરે છે ત્યારે તેને લૂખું ભજન ભાવતું નથી અને પરાણે ખાવા જાય તે તુરત જ ઉલ્ટી થાય છે અને ઉબકા આવે છે, ત્યારે ઘણા એમ માને છે કે-લુખા ભેજનમાં ઉલટી કરાવવાનો ગુણ છે, પણ આ માન્યતા સાવ ખોટી છે.
પ્રથમવારના આયંબિલમાં ઉલ્ટી થાય છે તેનું કારણ, આજ સુધી રસનાને વધુ પડતી પિષી છે, તેથી લુખા ભેજન તરફ અરૂચિ દાખવે છે, અણગમે વ્યક્ત
જેન તત્વ રહસ્ય
[ ૧૫૧