________________
કરે છે. એ વખતે ઉલટી પણ થાય છે. છતાં જે આયંબિલ ચાલુ રાખવામાં આવે છે તે જીભ ટેવાઈ જાય છે, પરિણામે ઉલ્ટી બંધ થઈ જાય છે, એટલું જ નહિ પણ મીઠા ભોજનમાં જે સ્વાદ અનુભવાય છે. તેનાથી અધિક સ્વાદને અનુભવ તેને થાય છે.
આ હકીકત એક નહિ પણ અનેક દાખલાઓથી સિદ્ધ થયેલી છે.
એવી જ વાત કબજીઆતની ફરીઆદની છે.
આયંબિલથી જે કબજીઆત થાય છે, તે ક્ષણજીવી હેય છે નવે નવા આયંબિલ કરનારને કબજીઆત થવાની શક્યતા નકારી શકાય નહિ, પણ તેજ વ્યક્તિ જેમ જેમ આયંબિલમાં આગળ વધવા લાગે છે, તેમ–તેમ તેની કબજીઆતની ફરીઆદ સર્વથા નાબૂદ થઈ જાય છે. પેટના કેઈપણ રોગ માટે આયંબિલનું ભજન એ સિદ્ધ ઔષધ છે.
આયંબિલથી હરસ-મસા થવાની ફરીઆદ, માટે ભાગે તેઓની છે કે જેઓએ આયંબિલમાં બધા સ્વાદને ત્યાગ કર્યો હોવા છતાં સુંઠ, મરી આદિ ગરમ પદાર્થોના સ્વાદ છેડયા નથી. જે આ પદાર્થોને પણ છોડી દેવામાં આવે, તે આયંબિલના કારણે કેઈ પણ રોગ થવાને સંભવ નથી.
પ્રશ્ન- આયંબિલથી ધાતુ-શેષ થાય? ઉત્તર- આયંબિલ કરવાથી આરોગ્યને હાનિકર
૧૫૨ ]
જૈન તત્વ રહસ્ય