________________
રાત્રે બીલકુલ દેખાતું નથી એ વાત સાચી છે, પરંતુ તેની આંખની શક્તિ ઘટી છે, એમ માનવાને કારણ નથી; કારણકે તેવા તપસ્વીને પારણું થાય છે, તે જ દિવસે તે. ઝાંખ દૂર થાય છે અને આંખની રોશની ઉઘડી જાય છે.
આંખે ઝાંખ વળવાનું કારણ એમ સમજાય છે કે કે આયંબિલના દિવસોમાં લૂખા ભેજનની સાથે, વાયુ નિવારણ કરવાની બુદ્ધિથી સુંઠ, મરી વગેરે ગરમ પદાર્થોનું વધુ પડતું સેવન થયેલું હોય છે, તેનું આ પરિણામ હોય છે.
કેટલીક વાર વધુ પ્રમાણમાં મીઠું (બલવણ) લેવાથી પણ આમ થાય છે.
એટલા માટે આયંબિલને ઉત્કૃષ્ટ લાભ લેવાની ઈચ્છા હેય તેમણે અલૂણ (પાકા મીઠા વગરના) આહારને અભ્યાસ પાડવું જોઈએ. મરી, સુંઠ વગેરે તો મુદ્દલ ન લેવા જોઈએ.
પ્રશ્ન- ઉકાળેલું પાણી પીવાથી આંખે ગરમી ચડે છે એ વાત સાચી છે?
ઉત્તરબીલકુલ સાચી નથી. ઉકાળેલું પાણુ શરીરના સમગ્ર આરોગ્યને ફાયદાકારક છે. એ વાત આજે વિજ્ઞાનથી પણ સિદ્ધ થયેલી છે. પાણીથી થતા રોગોનું નિવારણ કરવાનું તે સચોટ ઔષધ છે. આયંબિલ ન કરી શકનારે પણ હમેશાં ઉકાળેલું પાણી પીવાને અભ્યાસ પાડવો તે દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે હિતકારક છે.
૧૫૦]
જૈન તત્વ રહય