________________
જેઈને નાસતા હરણાંના ટેળાની જેમ નાસવા માંડે છે. બહારના વાતાવરણ ઉપર આત્મભાવની સંગીન પ્રભા તરવરવા માંડે છે.
અક્ષરમાં રમતાં નથી આવડતું, તે કારણે માનવીને વિનશ્વર સંસારમાં રખડવું પડે છે.
શબ્દની આકૃતિઓને બદલે શબ્દના અંતરમાં છૂપાએલા ભાવને ગ્રહણ કરવાની સાક્ષિક વૃત્તિના અભાવે, માનવી વાત વાતમાં કષાયના હુમલાને ભેગા થઈ પડે છે. શબ્દ કયા શુભ યા અશુભ ભાવને લઈને આવી રહ્યો છે, તે જાણવાની નિર્મળ બુદ્ધિ જેને મળી છે, તે આત્મા શબ્દની આરાધનામાં ઓતપ્રોત થઈ શકે છે, કારણ કે શબ્દને મૌલિક પ્રભાવ તેના અંતસ્થ ભાવને ખૂબજ અનુકુળ થઈ ગયો હોય છે.
શબ્દ દ્વારા જ નિશબ્દમાં પ્રવેશી શકાય, જેમનું મન બહારને બહાર રઝળે છે, તેમણે શ્રી નવકારના શબ્દમાં પ્રવેશવું જોઈએ. તેમને પ્રવેશ થોડા જ વખતમાં તેમના મન ઉપર અસર ઉપજાવશે અને તેનું સ્વાભાવિક બની ગયેલું બહિર્ભમણ ઘણું જ ઓછું થઈ જશે.
ઉરચાર કરતાં વિચારની શક્તિ વિશેષ છે, વિચાર કરતાં ભાવની શક્તિ વિશેષ છે અને ભાવ કરતાં સંક૯૫ની શક્તિ વિશેષ છે. ઉચ્ચાર, વિચાર, ભાવ અને સંક૯૫ એ ચારેય માનવી પાસે હોવા છતાં તેને કશો ખાસ સદુપયોગ આજે તે વર્તાતો નથી.
જેન તત્તવ રહસ્ય