________________
આત્મા એ એકડા છે. તેના સિવાય બીજા બધાં મીંડાં છે. એકડા ઉપર મી'ડાં ચઢે છે, મૂકાય છે તેમ આત્મા ઉપર જ સઘળા આધાર છે. આત્મા જ્ઞાનના દરિયા છે. અનંત શિતના સાગર છે. વિચારાતીત આનદના સાગર છે. પરમ ઐશ્વયના સ્વામી છે. પરમસુખના ઉદ્ધિ છે. એક તેને ભૂલ્યા તા ભવમાં રૂલ્યા (રઝળ્યા) એમ નક્કી માનજો.
અનત ઉપકારી ભગવત્તાએ આત્માને જ માન્યા છે. આરાધ્યેા છે. જીવ માત્રને સ્વતુલ્ય ભાવ આપ્યા છે, તે પણ આત્માના જ તેના સ્વભાવના પ્રભાવે છે. પરમેષ્ટિ ભગવતાનું ધ્યાન એ સર્વ શ્રેષ્ઠ ધ્યાન છે. જે આત્માને પરમાત્મા બનાવી પરમપદના ભાકતા મનાવે છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૯૫