________________
ધ્યાન” કહે છે. જે ચપળ અધ્યવસાય છે, તેને ચિત્ત કહે છે. તે ચપળ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થ ચિંતા કહે છે.
રાગ અને દ્વેષને ત્યાગ કરીને સમતાવાન મુનિ જે વસ્તુનું ચિંતન કરે છે, તે દયાન સારૂં માનેલું છે. રૌદ્ર આદિ ધ્યાન ખરાબ માનેલા છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે–ચાગી ગમે તેનું ચિંતન કરતાં જે વીતરાગ થાય, તે તેને જ ધ્યાન માનેલું છે તેને જ ધ્યાન કહેવું એ સિવાય બીજા ગ્રન્થના વિસ્તાર સમજવા.
મતલબ કે જે ધ્યાન કરવાથી વીતરાગ થવાય, રાગદ્વેષ રહિત સ્થિતિ પમાય, તે જ ધ્યાન છે. વળી શાસ ફરમાવે છે કે
આ ધર્મ ધ્યાનામૃતનું પાન કરવા પહેલાં અન્ના નને દૂર કરજે, ચૈતન્યનું વિવેકઝાન પહેલું કરજે, તે સિવાય તારો ત્યાગ ઉલટ સંસાર–પરિભ્રમણનું કારણ -બનશે. આત્મા એ જ પ્રાપ્તવ્ય સમજજે. તેને માટે જ તારી સવ પ્રવૃત્તિ રાખજે. નિર્દોષ થજે, મલિન-તુચ્છ વિચારોનો ત્યાગ કરી સ્થિર થજે, અસ્થિર અંતઃકરણને ધમ ધ્યાનમાં -બરાબર સ્થિર કરજે. ચાલુ સાધના સિવાય, અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહિ, જવા દઈશ નહિ. તે જ ધર્મધ્યાનરૂપ અમૃતનું પાન કરી શકીશ, તે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા જરા પણ ન રાખીશ. ૯૪ ]
જેન તવ રહસ્ય