________________
ચાંગાની ચપળતા રીકવી ખૂબ જ મુશ્કેલ છે. તથાપિ તે ધ્યાતા મુનિ એક પછી એક એમ અ‘તઃમુહૂર્ત પછી પેાતાના ધ્યેયાને પલટાવતા જાય અગર મનાયાગની સ્થિતિની વિકળતા થઈ જાય કે તરત જ પાછી તેને ઉપચાગની જાગૃતિથી તેની સાથે જોડી દે—અનુસંધાન કરી દે, તા તે ધ્યાનની સતતિ લાંખા સમય સુધી પણ લખાય છે. પણ અ'તઃમુહૃત એકાગ્ર થયેલુ' મન નિરાધ-સ્થિતિમાં રહી શકતુ નથી. તેના પ્રવાહ ધ્યેયાંતરમાં, પછી તે આત્મગત મર્યાદામાં કે પરગત દ્રવ્યાંતરમાં સક્રમણ કરે છે, તેથી ધ્યાનના પ્રવાહ લાંખા કાળ સુધી ચાલુ રહે છે. કલાકા સુધી ધ્યાન કરવાનુ' જે કહેવાય છે કે સસ્તંભળાય છે, તે આ અપેક્ષાએ સમજવું,
એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થાએ હાય છે. તેને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થ ચિંતા કહેવામાં આવે છે.
શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનું હાય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મ-ગુણુ લઇએ.
જેમ કે આત્મા આનંદ સ્વરૂપ છે. તેના સંસ્કાર પાડવા મનમાં તે પદ્મના, શબ્દોના પ્રતિધ્વનિ થયા કરે –આ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાના અભ્યાસ છે, ખીજા સ'સ્કારે, વિચારા, તરંગાને હટાવીને આ એક જ વિચારને મુખ્ય કરવાના પ્રયત્ન છે. મનની આવી સ્થિતિને ભાવના
૨ ]
જૈન તત્ત્વ રહસ્ય