________________
( ૭ ) બ્રાહ્મણ હતા. મથુરામાં ઉપદેશાવેલા એ સમ્પ્રદાયને ખુબ પ્રચાર થયા. મથુરા પ્રદેશમાં, રાજપુતાનામાં અને ગુજરાતમાં એણે મૂળ નાખ્યાં. ખાસકરીને જે અનેક ધનવાન વેપારીઓ પૂર્વે જૈન હતા, તે આ સમ્પ્રદાયમાં ચાલ્યા ગયા. વળી બંગાળી આચાર્ય ચૈતન્ય (૧૪૮૫–૧૫૩૩) કૃષ્ણભકિતનાં ભજન ગાયાં, તેમના ઉપદેશને આધ્યાત્મિક પ્રવાહ સારા ભારતમાં વહ્યો અને તેમાં અનેક જેનો તણાયા.
હિન્દુધર્મની ચઢતી થતી કળાને કારણે આજે જૈનધર્મના અનેક શિષ્ય તે ધર્મમાં ચાલ્યા ગયા છે, એટલું જ નહિ પણ અત્યારે એના જે શિષ્ય છે, તેમાં પણ હિન્દુ ધર્મના અનેક આચારવિચાર પ્રવેશ પામી ગયા છે. એવી જ રીતે જૈનધર્મમાં હિન્દુધર્મના જે દેવદેવીઓને પૂર્વે સમૂળું સ્થાન નહોતું તે દેવદેવીએ સ્થાન પામ્યા છે, તથા અનેક પારિભાષિક શબ્દ પણ વેદાન્તને પ્રભાવે તેમના સાહિત્યમાં આજે સ્થાન પામ્યા છે. ભાવનાઓમાં અને સામાજિક જીવનમાં પણ જેનો ધીરેધીરે હિન્દુભાવ સ્વીકારતા જાય છે.
મુસલમાન રાજ્ય નીચે જૈને.
મુસલમાનેએ ભારત ઉપર આક્રમણ શરૂ કર્યા, ઈ. સ. ૭૧૨ માં સિંધમાં મુસલમાન રાજ્ય સ્થપાયું, મસૂવાની (૧૦૦૧) અનેકવાર ભારત ઉપર ચઢી આવ્યો, મમૂકયોરીએ (૧૧૭૫) પણ ત્યારપછી એ દેશ ઉપર સ્વારીઓ કરી, આ નવી સત્તાને બળે હિન્દુ તેમજ જૈનધર્મ ઉપર જુલમ થવા માંડ્યા. સુલતાન બન્ન–૩–ીન મહમૂલશ વિનાનીઓ (૧૨૯૭–૯૮) ગુજરાત પ્રાન્ત જીતી લીધું અને એના તરફથી ત્યાં જે જુલમ ગુજાર્યા તે ત્યાંના લેક હજીયે યાદ કરે છે. મૂર્તિઓ અભડાવી, દેવળે તે નાખ્યાં અથવા તેમની મજીદે બનાવી દીધી, ગ્રન્થ બાળી મૂક્યા, ખજાના લુંટી લીધા અને ઘણા જૈનોને મારી નાખ્યા. મતાન્ય મુસલમાનેએ જ્યારે દ્રાવિડ રાજ્ય તેડી પાડ્યાં ત્યારે ત્યાં દખણમાં