________________
( ૧૬ ) શોધવાની તેણે ઈચ્છા કરી. પણ એમના ગુરૂએ એમને વાર્યા અને જૈનધર્મના ઉપદેશક બનવાની પ્રેરણા કરી, એમના એ કાર્યમાં અતિ આગ્રહને લીધે એમણે સમસ્ત ભારતમાં પ્રવાસ કર્યો; ( વિહારમાં) પાટલીપુત્ર, (પંજાબમાં) ઠક્કા, સિંધ, વૈદિશ, (મધ્ય ભારતમાં ભિલસા), કરહાટક (પશ્ચિમ ઘાટમાં સતારા જીલ્લામાં કરહાડ), બનારસ અને કાંચી (કાંજીવરમ) વગેરે સ્થાનેએ સમન્તભદ્રે મેટા અનુચર વગ સાથે ધર્મને ઉપદેશ કરવા પ્રવાસ કર્યો. એ લેખક પણ હતા. એમણે પ્રખ્યાત સાતમીમાંસા નામે જેન તર્કશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર સંબંધે ગ્રન્થ રચે છે, બીજા પણ અનેક ગ્રન્થ રચ્યા છે. એ જ રીતે ધર્મને પ્રચાર કરવાને હેતુએ પૂજ્યપાદે પણ લાંબા પ્રવાસ કર્યા ને ઠેઠ એરિસ્સા સુધી ફરી વળ્યા. એમનામાં અભુત જાદશક્તિ હતી એમ પણ કહેવાય છે. પણ એમનું મહત્ત્વનું કાર્ય તે સાહિત્યના પ્રદેશમાં હતું. જૈનતત્વદર્શન ઉપર અતિનિપુણતાથી ચર્ચા કરી છે, એટલું જ નહિ પણ વૈદ્યકના વિષય ઉપર અને વળી ખાસ કરીને વ્યાકરણના વિષય ઉપર પ્રમાણભૂત ગ્રન્થ રચ્યા છે. સમન્તભદ્ર પિતાના ગ્ર-થે લખવામાં કાની ભાષાને ઉપયોગ કર્યો છે, તેવી જ રીતે આમણે પણ એ ભાષાને ઉપ
ગ કર્યો છે, પણ એ બેમાંથી એકેયના ગ્રન્થ અત્યારે મળી આવતા નથી. અકલંકે આસમીમાંસા ઉપર પ્રખ્યાત ટકા લખી છે, અને બીજા પણ અનેક ગ્રન્થ લખ્યા છે.
ગંગ અને રાષ્ટ્રફ્ફટ રાજવંશેને આશ્રયે જૈન ધર્મ સૌથી વધારે ઉન્નતિને પામ્ય.૩૩
ગંગ રાજાઓએ ઈ. સ. ૨ જ થી ૧૧ મા સૈકા સુધી મસુરના મોટા ભાગ ઉપર અને તેની પાસે આવેલા પ્રદેશ ઉપર રાજ્ય કર્યું; એ રાજાઓના શિલાલેખે પશ્ચિમમાં કુર્ગથી પૂર્વમાં ઉત્તર આર્કીટ સુધી અને દક્ષિણમાં મૈસુરની છેક દક્ષિણ સીમાથી ઉત્તરમાં મુંબઈ ઈલાકાના બેલગામ જીલ્લા સુધીના પ્રદેશમાં મળી આવે છે. કથા એવી છે કે “ગંગ રાજ્યની સ્થાપના માટે ભાગે