________________
( પર ) એટલા માટે હેમચ એના ઉપર સખ્ત અંકુશ રાખ્યું હતું ને એટલા માટે ચાલતી આવેલી રાજ્યપ્રણાલીમાં પણ ફેરફાર કરાવ્યા હતા. એ સ્થિતિ સ્પષ્ટ દેખાડવા રાગોર પિતાના પ્રવપરામાં નીચેની કથા વર્ણવે છે. “કુમારપાલે પ્રાણહિંસાને નિષેધ કર્યા પછી, થોડા જ વખતમાં અશ્વિન માસને શુકલપક્ષ આવ્યા. જાન્ત પરી અને બીજી દેવીઓના પૂજારીઓએ રાજાને જણાવ્યું કે
મહારાજ ! કુળાચાર પ્રમાણે રાજાએ સપ્તમીને દિવસે ૭૦૦ બકરાં ને ૭ પાડા, દુર્ગાષ્ટમીને દિવસે ૮૦૦ બકરાં ને ૮ પાડા અને નવમીને દિવસે ૯૦૦ બકરાં ને ૯ પાડા દેવીને ચઢાવવાં જોઈએ.” આ સાંભળીને રાજા હેમચન્દ્ર પાસે ગયે અને એમને એ વાત કરી. આચાર્યે રાજાના કાનમાં કંઈક કહ્યું, તે ઉપરથી રાજા ઉઠીને પૂજારીઓ પાસે ગયે ને દેવીને નૈવૈદ્ય આપવાનું સ્વીકાર્યું. રાતને સમે દેવીમન્દિરમાં પશુને આણ્યાં, તેમને પૂરીને તાળાં માર્યા ને વિશ્વાસુ રાજપુતેને ચેક કરવા રાખ્યા. બીજે દિવસે સવારે રાજા આવ્યો ને મન્દિરના દરવાજા ઉઘડાવ્યા. અંદર પવનથી રક્ષાયેલા વાડામાં પશુઓ નિરાંતે વાગોળતાં હતાં. તે જેઈને રાજ બોલ્યાબ્રાહ્મણે! દેવીને એમના ઉપર રૂચિ હેત, તે તે એ એમને કયારનીયે ખાઈ ગઈ હોત, પણ એ તે એમ ને એમ છે. તે ઉપરથી જણાય છે કે દેવીને તે માંસ ઉપર રૂચિ નથી, માત્ર તમને રૂચિ છે, માટે હવે તે બસ કરે; જીવતા પ્રાણીની હિંસા કરવાની પરવાનગી આપીશ નહિ.” બ્રાહ્મણનાં માથાં નમી પડ્યાં. રાજાએ પશુઓને છેડી દીધાં, પણ પશુ કરતાંયે વધારે મૂલ્યવાન નૈવેદ્ય ચઢાવ્યું.”૩૧
કુમારપાલે જેનોનાં ઘણાં તીર્થોની જાત્રા કરી અને દેવળ બન્ધાવ્યાં, જૈનધર્મને એણે સ્વીકાર્યો તે પૂર્વે ૩૨ દાંત વડે જે માંસ ભેજને કરેલું તેના પ્રાયશ્ચિત્ત અર્થે ૩ર મન્દિર બંધાવ્યાં.
પિતાના રાજસ્વામીને આશ્રયે રહીને હેમચન્દ્ર અનેક સાહિત્ય ગ્રન્થ પણ લખ્યા છે. જેનોના સિદ્ધાન્તને અનુરૂપ એમણે પ્રખ્યાત પોશાક લખ્યું છે, તે ઉપરાંત વિશિલાપુરુષતિ નામે વિશ્વ