________________
( ૫૩ ). ઈતિહાસને વિશાળ ગ્રન્થ અને કુમારપાત્ત રિત નામે ઈતિહાસને વિશાળ ગ્રન્થ લખે છે, કુમારપાલ ચરિતમાં ગુજરાતના ચાલુક્ય રાજાઓને ને ખાસ કરીને કુમારપાલને ઈતિહાસ લખે છે. તસ્વીતિશાસ્ત્રમાં જેનદષ્ટિએ રાજ્ય ચલાવવાની કળાનું વર્ણન કર્યું છે, અને તે ઉપરાંત બીજા પણ ગ્રન્થ એ આચાર્યો રચ્યા છે. રાજ્યકાર્યભારમાં અને બીજી રાજનીતિમાં પણ એ સાધુને પ્રભાવ જણાઈ આવે છે. પિતાની આશ્ચર્યજનક જાદુશક્તિથી એમણે અદ્ભુત કાર્યો કર્યા વિષેની, અને સાચી પડેલી એમની ભવિષ્યવાણીની અનેક કથાઓ લખાયેલી છે. ગુજરાત જીતી લેવાના હેતુએ એક શત્રુ કુમારપાલ ઉપર ચઢી આવ્યું, ત્યારે પિતાના ભયભીત રાજાને આચાર્યે કહ્યું કે “જૈનધર્મની રક્ષપાલિકા દેવીઓ રાજ્યને બચાવશે.” કુચ કરતી વખતે શત્રુરાજા પિતાના હાથી ઉપર રાતે ઉંઘતું હતું, ત્યારે તેના ગળાની માળા માર્ગમાં ઝાડની ડાળીએ ભરાઈ ગઈ તેથી તેને ગળે ફાંસો આવ્યો ને એ મરી ગયે.
૮૪ વર્ષ સુધી પ્રભાવશાળી જીવન જીવ્યા પછી હેમચન્દ્ર ૧૧૭૨ માં ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો. ત્યારપછી થોડે કાળે કુમારપાળે પણ તેજ રીતે દેહત્યાગ કર્યો. એને ભત્રીજે અચાન એની પછી ગાદીએ આવ્યું, તે દુરાગ્રહી શૈવ હતે. એણે જેનો ઉપર જુલમ કર્યો અને કુમારપાલના દરબારમાં મહત્ત્વના ગણાતા પંડિત સમજને તપાવેલા ત્રાંબાના પતરા ઉપર બેસાડી એમને જીવ લીધે.
ચૌલુકય વંશને અમલ પૂરું થયા પછી ૧૩ મા સૈકાની શરૂઆતમાં ગુજરાતની રાજસત્તા ઉપર વાઘેલા આવ્યા. તે વંશના રાજ્યકાળમાં વસ્તુપાત્ત અને તેના નામે બે ભાઈઓની કુશળતાએ કરીને જૈનધર્મની બહુ ઉન્નતિ થઈ. તે બે ભાઈઓ પ્રધાનપદે આવેલા અને પિતાનાં કાર્યને લીધે પ્રખ્યાત થયેલા.૩૨ તેજપાળની પત્ની અનુષમાની પ્રેરણાથી એ ભાઈઓએ પિતાનું અતુલ ધન એવી રીતે ખર્યું કે તેને બધાએ જોઈ શકે, પણ કેઈ લુંટી શકે નહિ, એમણે આબુ, શત્રુંજય અને ગિરનાર ઉપર ભવ્ય દેવાલય બન્ધાવ્યાં, તે હજીયે એમનાં સમારકરૂપે ઉભાં છે,