________________
૩ પ્રચાર અને ઉન્નતિ.
ઉત્તર ભારતમાં જૈનધર્મ, બિહારમાંથી જૈનધર્મ પશ્ચિમ દિશા તરફ પગલાં ભરવા માંડયાં તેની પ્રામાણિક હકીકતે લેખે ઉપરથી મળી આવે છે. યમુના નદીને કાંઠે આવેલી અને આજે કૃષ્ણભક્તિના ધામરૂપે થઈ પડેલી પવિત્ર મથુરા નગરીમાંથી એના શિલાલેખ મળી આવ્યા છે. એ સૌથી પ્રાચીન કાળના છે. ઈ. પૂ. ૨ જા સકાથી ઈ. સ. ૫ મા સૈકા સુધીના એ લેખ છે અને તે ઉપરથી જણાઈ આવે છે કે આ લાંબા સમય સુધી મથુરા નગરી જૈનધર્મનું મુખ્ય ધામ બન્યું હતું. જેનધર્મના ઈતિહાસની અનેક શાખાઓ ઉપર એ લેખે સ્પષ્ટ પ્રકાશ પાડે છે. ઈ. સ. ૧ લા સૈકામાં મૂકી શકાય એવા અનેક લેખો જણાવે છે કે તે સમયે પણ શ્વેતામ્બર અને દિગમ્બર સમ્પ્રદાયો સ્પષ્ટ રીતે છુટા પડે ગયા હતા. શ્વેતામ્બર સમ્પ્રદાયને લગતા લેખે ઉપરથી જણાય છે કે તેમાં પણ અનેક ભાગ પડી ગયા હતા. તેમાં આપેલી નાની, વિભાગની, તની, શાલાની અને આચાર્યોની પટ્ટાવલિની હકીકતો ભદ્રબાહુના પૂત્રમાં આપેલી હકીકતે સાથે મળતી આવે છે, અને એવી રીતે વેતામ્બરોના ગ્રન્થની વાસ્તવિકતાનું પ્રમાણ આપે છે. શિલાલેખોમાં વીચ શબ્દ છે તે ઉપરથી નિશ્ચિત થાય છે કે તે વખતે પણ એમના ધર્મગ્રન્થ શ્રવણથી સંગ્રહાયા હતા. સ્મરણ સ્તબ્બે ઉપરથી વળી એ પણ જણાય છે કે ઈ. સ. ૧ લા સૈકામાં તીર્થકરોને અનુક્રમ ગોઠવાઈ ગયો હતો અને તેમનાં ચિન્હ પણ નિણિત થઈ ગયાં હતાં. તીર્થકરોની ઉર્વ પ્રતિમાઓ થતી. તે ઉપરાંત જૈનો ઈતર દેવદેવીઓની પૂજા કરતા, તેમાં સરસ્વતીની–જ્ઞાનની દેવીની પણ પૂજા કરતા. એ ધર્મવિષેની મહત્ત્વની માહિતી તે સમયના સ્તરે ઉપરથી પણ મળી આવે છે. ધર્મની વ્યવસ્થા રાખવા જાયેલા સંઘના સાધુઓની અને સાધ્વીઓની આજ્ઞા શ્રાવકો માનતા અને આજની પેઠે ત્યારે પણ એ શ્રાવકે મો-વેપારી હતા. બુલરે આ અને એવી બીજી ઘણી હકીકતો પ્રકટ કરી છે તે ઉપરથી લેખી પુરા