________________
( ૪ ) અનેક બાબતમાં આ બે સમ્પ્રદાય વચ્ચેનું મહત્ત્વને ભેદ તરી આવે છે, અને તે મતભેદ પિતાની કથાઓમાં ઉતાર્યો છે. બને એમ માને છે કે ભદ્રબાહુ છેલ્લા શ્રવતી થયા ને ત્યારપછીના આચાર્યોને બધાં શાસ્ત્રોનું સામટું જ્ઞાન હોઈ શકે નહિ. છતાં યે દિગમ્બરે માને છે કે શાસ્ત્ર છેડે છેડે ઘસાતાં ચાલ્યાં આવે છે અને તેથી આજે તે શૂન્યવત્ થઈ ગયાં છે, ત્યારે શ્વેતામ્બરે માને છે કે તેમને માટે ભાગ આજસુધી પણ ઉતરી આવ્યું છે, અન્ધકારના ને તોફાનના સમય સુધી પણ ઉતરી આવેલા શાસ્ત્રગ્રન્થ કદાચ સમૂળા નાશ પામશે એ ભય ઉભું થયાથી શ્વેતામ્બરેએ વીર સંવત ૮૦ માં (અથવા ૯૯૩ માં) ગુજરાતમાં આવેલા વિમાનગરમાં રેન્કિંજિને પ્રમુખ પદે સંઘ બોલાવ્યું. ને સંઘે ગ્રન્થને છેવટના એવી રીતે ગોઠવ્યા કે જે હજીયે તે સ્વરૂપમાં છે.
જે કે વેતામ્બરેને ધર્મગ્રન્થો છે ને દિગમ્બરેને નથી, જો કે તેમનાં મન્તમાં ને ભાવનાઓમાં ભેદ છે, જો કે તે બે વચ્ચે વિધભાવ છે ને ઈર્ષાભાવ પણ છે, છતાંયે એ સમ્પ્રદાયે વચ્ચે કલહ કદાપિ તીણરૂપ ધારણ કરતું નથી. બંને સ...દાયનું મૂળ સમાન છે, અને બે વચ્ચેનો ભેદ હમેશાં સીમામાં જ રહેલો છે, પરસ્પરને આધ્યાત્મિક સમ્બન્ધ એ બે સમ્પ્રદાય કદાપિ ભુલ્યા નથી. આમ બનવાનું ખાસ કારણ તે એ છે કે એક સમ્પ્રદાયના લેકે બીજા સમ્પ્રદાયના આધ્યાત્મિક અને આધિભૌતિક ગ્રન્થને ઉપયોગ કરે છે અને એક સમ્પ્રદાયના વિદ્વાનોએ બીજા સમ્પ્રદાયના ગ્રન્થ ઉપર ટીકાઓ લખી છે.