________________
પછી એ બે વિરુદ્ધભાવવાળા સમ્પ્રદાયે વચ્ચે મેળ થઈ શકે એવી કશી આશા રહી નહી ત્યારે તેઓ છેવટના જુદા પડ્યા. કયાં અને કેવી રીતે સમ્પ્રદાયના સ્વરૂપભેદની સ્પષ્ટ રેખાઓ દેરાઈ એ કહી શકાતું નથી. એ સંબંધે એ બે સમ્પ્રદાયે જે હકીકતે આપે છે તે પણ જુદી જુદી છે, કારણ કે અમારે જ સમ્પ્રદાય એ સાચે પ્રાચીન જૈનધર્મ છે અને પેલાને સમ્પ્રદાય તે શુદ્ધધર્મનું માત્ર અપભ્રણ સ્વરૂપ છે એમ બંને સમ્પ્રદાયના લેક કહે છે. વેતાઅને મને દિગમ્બર સપ્રદાયને જન્મ ઈ. સ. ૮૩ માં અને દિગમ્બરેને મતે તામ્બર સંપ્રદાયને જન્મ ઈ. સ. ૮૦ માં થયેલ છે. તે ઉપરથી એમ તે જણાય છે કે એ બે સપ્રદાયે ઈસ્વીસનના પહેલા સૈકાના ચોથા ચરણમાં જુદા પડ્યા હોય ૨૧
તે સમયથી જૈનધર્મના એ બને સમ્પ્રદાય પિતપતાને માર્ગે ચાલ્યા ગયા છે. એ બે વચ્ચે વિચછેદ પડી ગયા છતાં એમની વચ્ચે ભેદ માત્ર નજીવે છે. સાધુઓનાં વસ્ત્રોમાં જ એ ભેદ ખાસ દેખાઈ આવે છે ને તે પણ આજે તે ન જ દેખાય છે, કારણ કે આજે તે નગ્ન દિગમ્બર સાધુઓ તે ગણ્યા ગાંઠયા જ છે અને તે પણ એકાન્ત સ્થળમાં રહે છે. એ બેનાં સામાજિક બંધારણમાં પણ ભેદ છે અને તેનું મૂળ પણ વસ્ત્રો સંબંધેના મતભેદને લીધે જ છે. એને પરિણામે તેમનાં મન્તવ્યમાં અને ક્રિયાકાષ્ઠમાં પણ ભેદ પદ્ધ ગયે છે; દિગમ્બરે માને છે કે સ્ત્રી નિર્વાણ પામી શકે નહિ. તેમની ભાવના પ્રમાણે તીર્થ કરે નગ્ન હોય ને તેથી તેઓ તેમની પ્રતિમાઓને વસ્ત્ર કે આભૂષણ પહેરાવતા નથી, શ્વેતામ્બર પહેરાવે છે. અને આ મતભેદને કારણે તેમની કથાઓમાં પણ જે ભેદ પડ્યો છે તે પણ જોવા જેવું છે. શ્વેતામ્બરેની પેઠે દિગમ્બરે માનતા નથી કે મહાવીર રાણું ત્રિશલાના ગર્ભમાં આવ્યા તે પૂર્વે દેવાનન્દાના ગર્ભમાં રહ્યા હતા, અને સંસારત્યાગ કર્યા પૂર્વે એમણે લગ્ન કર્યું હતું; વળી તેઓ માને છે કે તીર્થકર આહાર કરતા નહતા ને તેની એમને જરૂર પડતી પણ નહતી.