________________
( ૪૦ ) સ્વીકાર્યો નહી. આ સ્થિતિમાં મગધમાં રહેલા અને વિદેશ જઈ આવેલા સાધુઓ વચ્ચે સાધુઓની જીવનચર્યાના ધર્મો વિષે વિવાદ ઉભે થયે. આપણે આગળ જોઈ ગયા છીએ કે પાર્શ્વનાથના સમ્રદાયના સાધુઓને વસ્ત્ર પહેરવાની છુટ હતી, પણ મહાવીરે પોતે તે વસ્ત્રને સમૂળે ત્યાગ કર્યો હતે. ગુરૂનું અનુકરણ કરીને મહાવરના શિષ્યએ વસ્ત્રને ત્યાગ કર્યો હતે; પણ એમ જણાય છે કે દિગમ્બર રહેવું ઈષ્ટ મનાયેલ છતાં એમ આચરવું અશક્ય મનાચેલું. મગધમાં રહેલા સાધુઓએ નગ્નતાને એકવાર ત્યાગ કર્યો અને શ્વેત વસ્ત્ર ધારણ કરવા માંડયાં. બહાર ગયેલા સાધુઓએ મહાવીરે પાળેલ આચાર આચર્યો, એટલું જ નહિ પણ સૈને માટે આવશ્યક મા. જ્યારે પાછા એ મગધમાં આવ્યા, અને પિતાના બધુઓને શ્વેત વસ્ત્ર ધારણ કરતા જોયા, ત્યારે એમણે એમને ધર્મથી પતિત થયેલા માન્યા, મગધમાં રહેલા એ નગ્ન પ્રવાસીઓને અત્યાગ્રહી માન્યા ને માન્યું કે ધર્માજ્ઞાને એ સીમાપાર ખેંચી ગયા છે. આ ઉપરથી એ બે સમ્પ્રદાયે વચ્ચે ભેદ પડ્યો; ધર્માજ્ઞાને અક્ષરશઃ માનનાર હિરાન્વર કહેવાયા, તેમાં છુટછાટ મૂકનાર તાસ્વર કહેવાયા. આ ભેદ તેમનામાં પડ્યો ને પછીથી ચિરન્તન થઈ ગયા.
હજી યે જૈનધર્મમાં એ ભેદ છે જ, પણ એનાં મૂળ એ બારવર્ષના દુષ્કાળમાં જ રોપાયેલાં કે કેમ તે નિશ્ચિતરૂપે હજી કહી શકાતું નથી. વખતે એમ પણ હોય કે મૂળથી જ જૈન ધર્મમાં બે મત હોય. એક અત્યાગ્રહી, તે મહાવીરની આજ્ઞાને માનનારે અને બીજું કંઈક કુમળે, તે પાર્શ્વનાથની નરમ આજ્ઞાને પાળનાર. સાધ્વીઓને માટે તે શરૂઆતથી જ આજ્ઞા હતી કે તેમણે નગ્ન નહિ રહેવું તે ઉપરથી એવું તે જણાય છે કે નાન રહેવાની એ આજ્ઞા સર્વ સામાન્ય સ્વીકારાઈ નહોતી. ભારતવર્ષના વિશાળ પ્રદેશમાં એ ધર્મ પ્રસર્યો અને જુદે જુદે સ્થળે સ્થપાયેલા દૂર દૂરના સંઘ પોતપોતાને વિશેષભાવે ઘડાયા. એથી પણ કાળ વહેતાં એ બે સમ્પ્રદાયે વચ્ચેનો ભેદ સ્પષ્ટ ને તીણ થયે. કાળે કરીને આ મતભેદને વિકાસ એવી સીમાએ પહોંચ્યો કે જ્યાં