________________
( ૩૬ ) ત્યારપછીથી એમના ઉપર કૃપાદૃષ્ટિ દેખાડવા માંડી. પછીથી રાજા એ આતુર જૈન થયે કે, દિગમ્બર કથા પ્રમાણે એણે રાજપાટ ત્યજી દીધું, સાધુ થયો અને પૂજ્યશ્રી ભદ્રબાહુની સાથે મૈસુર ગયા, ત્યાં શ્રવતતની એક ગુફામાં રહ્યો અને ત્યાં જ દેહત્યાગ કર્યો. '
ચન્દ્રગુપ્તની પછી વિન્ડર (ઈ. પૂ. ર૯-૨૭૩) ગાદીએ બેઠે. કથા એવી છે કે ચાણક્યને તેના પ્રતિસ્પદ્ધ સુપુએ કલંકિત બનાવ્યું, તેથી કરીને એને અધિકારપદ છોડવું પડ્યું એણે પોતાનું સર્વ ધન ગરીબને આપી દીધું અને ઉપવાસના તપથી મૃત્યુ પામવાને હેતુએ નગરની બહારના એક ઉકરડા ઉપર જઈ રહ્યો. બિન્દુસારે એને સંતુષ્ટ કરવાના વિફળ પ્રયત્ન કર્યો અને તેની પાસે જઈને ક્ષમા માગવાની સુબધુને સૂચના કરી. સુબધુએ એક બાજુથી તે ક્ષમા માગી, પણ બીજી બાજુથી ઉકરડાની નીચે ગુપ્ત રીતે દેવતા મૂકાવ્યે તેથી ચાણક્ય બળી મર્યો. ચાણક્ય મરી ગયા પછી દેવરૂપે થશે. પણ એ મરણ પામેલા અમાત્યે પોતાના વિરોધી ઉપર ભયંકર વેર વાળ્યું. સંસાર છોડતાં પહેલાં એણે અનેક મૂલ્યવાન સુગન્ધી પદાર્થો એક કરંડઆમાં ભર્યા, તેને સે તાળાંએ વાસ્યાં અને પોતાના ઘરમાં મૂકતે ગયો. ચાણક્યના નીકળી ગયા પછી સુબધુએ એના ઘરની ઝડતી લીધી, તેમાં આ કરંડીઓ મળી આવ્યું. તે કરંવઓ ઉઘાડતાં અનેક સુગંધી પદાર્થો દીઠા તે સુંધ્યા. તે મૂલ્યવાન દ્રવ્યની અંદરથી એક કાગળ મળે, તેના ઉપર આમ લખ્યું હતું. “જેણે આ પદાર્થોને વાસ લીધા પછી સાધુજીવન સ્વીકાર્યું નથી, તેણે મૃત્યુને આમંત્રણ આપ્યું છે એમ સમજવું.” મૃત્યુભયથી ત્યારપછી સુબધુએ બધા ભેતિક વૈભવ ત્યજી દીધા અને પૃથ્વી ઉપર અશાન્તભાવે ભ્રમણ કર્યા કર્યું.૧૬
મગધ દેશના રાજાઓને જૈનધર્મ સાથે સંબંધ આટલે સુધી માત્ર કથાઓના અલંકૃત વર્ણનથી અને પછી તે કથાઓને જે ગ્રન્થમાં ઉતારી લીધેલી તે ગ્રન્થથી જાણીએ છીએ, પણ એ બાબતેને બીજા પ્રમાણેને કશે આધાર મળતું નથી, પણ બિન્દુસાર પછી ગાદીએ આવનાર મહારાજા અશેકવર્ધનને